પલસાણા: ગત શુક્રવારે સુરત જિલ્લામાં (Surat District) કડોદરા (Kadodara) પાસે સાંજે ટ્યુશનથી ઘરે જતાં બાર વર્ષના બાળકનું અપહરણ (Kidnapping) કરી લઈ જઈ ખંડણી માંગીને હત્યા (Murder) કરવાનો ચકચારી બનાવમાં જિલ્લા પોલીસ ટીમે સમગ્ર ઘટનાનો માસ્તરમાઈન્ડ મોનું યાદવ સહિત બે બાળ કિશોરોને ઝડપી પાડ્યા હતા.
આ ત્રણેયની ધરપકડ બિહારના છપરા ખાતેથી કરી હતી. સમગ્ર ઘટનાનું મોનિટરિંગ કરતા રેન્જ આઇ.જી વી.ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરને મોટી સફળતા મળી છે.
- સુરત જિલ્લા પોલીસે બિહારના છપરાથી અપહરણ ખંડણી અને હત્યાના આરોપીઓને પકડી પાડ્યા
- 8 સપ્ટેમ્બરે કડોદરામાં ટ્યુશને જતાં બાળકનું અપહરણ કરી હત્યા કરી હતી
8 સપ્ટેમ્બરે સાંજે સુરત જિલ્લાના કડોદરા ખાતે સીએનજી પમ્પ પાસે રો-હાઉસમાં રહેતો બાર વર્ષનો પુત્ર ટ્યુશનથી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં સોસાયટીમાં રહેતો મોનુ અને સોનુ યાદવ નામના બંધુઓએ તેમના સાગરીતો સાથે અપહરણ કરી તેના પિતાને ફોન કરીને રૂ.50,000 પછી પાંચ લાખ અને ત્યાર બાદ 15 લાખની ખંડણી માંગી હતી અને આ સંદર્ભે જો પોલીસને જાણ કરશે તો તારા છોકરાની હત્યા કરી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી છતાં મા બાપે કડોદરા પોલીસને સંપર્ક કર્યો હતો.
પોલીસે સંયમતાથી બાળકને હેમખેમ છોડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ જિલ્લા પોલીસ તેમાં સફળ થઈ ન હોતી અને બાળકની હત્યા કરેલી લાશ જિલ્લામાંથી મળી આવી હતી. જેમાં પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યુ હતું. પોલીસે તે સમયે ઉમંગ ગોહિલ નામના યુવકને સુરતના અમરોલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ દરમિયાન 2017માં હત્યાના ગુનામાં સંડોવાયેલા મોનુ અને સોનુ યાદવએ બાળકનું અપહરણ અને હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.
આ માહિતીના આધારે કડોદરા પોલીસ મથકે હત્યા અને અપહરણનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને મિનિટ અને મિનિટની મોનિટરિંગ કરતા રેન્જ આઇ.જી વી.ચંદ્રશેખરની પ્રતિષ્ઠાનો સવાલ ઊભો થયો હતો.
તેમને પોતાનો મોટાભાગનો સમય સીબીઆઈમાં કાઢ્યો હતો. જેને લઈને આ ઘટના તેમને પોતાના અધિકારી સુરત જિલ્લાના એસપી હિતેશ જોયસરને સમગ્ર માર્ગદર્શન આપીને આરોપીને ઝડપી પાડવા માટેની ટીમો તૈયાર કરી હતી. ખાસ કરીને સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સ તેમજ મોબાઇલ ટ્રેકિંગના આધારે સુરત જિલ્લાની એલસીબી પીઆઇ આર.બી.ભટોળ, પીએસઆઇ લાલજી રાઠોડની ટીમ બિહારના છાપરા ખાતે પહોંચી હતી.
જેમાં બીઆર અને રાજ્યની એસટીએફ સુરત જિલ્લાની એલસીબી પોલીસ સાથે ત્રણ દિવસ સુધી અલગ-અલગ વિસ્તારોમાં છાપાઓ માર્યા હતા. આખરે 12 વર્ષના બાળકની હત્યામાં સંડોવાયેલા માસ્ટર માઈન્ડ મોનુ યાદવ અને બીજા બે બાળ કિશોરને ગુરુવારે રાતે ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર ઘટના અત્યંત ગ્રુપ રીતે સુરત રેન્જ આઈ.જી વી ચંદ્રશેખર અને સુરત જિલ્લાના એસપી હિતેશ જોય સરના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું