સુરત : રાંદેર ઉગત કેનાલ રોડ ઉપર સાસરિયાઓએ દારૂડિયા જમાઈને ઊંઘમાં જ ફટકાતા ચર્ચાનો વિષય બન્યો હતો. એટલું જ નહીં પણ સિવિલમાં સારવાર માટે આવેલા યુવકે જણાવ્યું હતું કે સાહેબ ઊંઘમાં જ સ્પ્રે છાંટી અર્ધ બેભાન કરી સાસુ છાતી પર બેસી ગઈ, પત્નીએ પગ પકડી રાખ્યા, સસરાએ હાથ પકડી રાખ્યા અને અન્યોએ લાકડાના ફટકા મારા પગ તોડી નાખ્યા છે. મેડિકલ ઓફિસર આર્ટીએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત યુવકના શરીર પર લગભગ 10થી વધુ ઇજા મળી આવી છે હાલ સારવાર ચાલી રહી છે.
નિલેશ રમેશ બસીરે (પીડિત યુવક)એ જણાવ્યું હતું કે તેઓ મોચી કામ કરે છે. 7 વર્ષ પહેલાં તેમના લગ્ન થયા હતા. બે બાળકો છે. નાનું પરિવાર છે. 3-4 વર્ષથી દારૂ પીવાની કુટેવ ધરાવે છે. સાહેબ બે દિવસ પહેલા ઘર ખર્ચ માટે રૂપિયા ન આપી શકતા પત્ની મનીષા સાથે ઝગડો થયો હતો જેથી પોલીસ કેસ કરી મને બંધ કરાવી દીધો હતો. બે દિવસ બાદ છૂટ્યા પછી હું તો ઘરે આવી આરામ કરી રહ્યો હતો. ત્યારે જ ઊંઘમાં મારા પર હુમલો થયો છે.
વધુમાં જણાવ્યું હતું કે મોચી કામમાં વધારે વકરો નહિ થતા મેં પૈસા નથી એમ કહી મારા 50-100 રૂપિયા લઈ દારૂ પીવા જતો રહ્યો હતો. એ બાબતે પત્ની રોષે ભરાઈ હતી. બસ આટલી વાત પર થયેલા ઝગડા બાદ સાસરિયાઓ ને બોલાવી નિદ્રાવસ્થામાં જ મોઢે સ્પ્રે છાંટી મને અર્ધ બેભાન કરી દેવાયો હતો. ત્યારબાદ સાસુ છાતી પર બેસી ગઈ હતી. પત્ની અને સસરાએ હાથ-પગ પકડી રાખ્યા હતા. અને અન્યો એ લાકડાના ફટકા વડે પગ તોડી નાખ્યા છે. પોલીસને ફરિયાદ સાથે સ્પ્રે ની બોટલ પણ આપી છે. અને કહ્યું છે કે મને ન્યાય અપાવો.