સુરત: કતારગામમાં પરણિતાને ઢોર માર (Beat) મરાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અર્ચનાબેને વિવેક જવેરભાઈ કાચરીયા સાથે લવ મેરેજ (Love marriage) કરી પોતાનું સંસાર માંડ્યું હતું. જોકે લગ્નના થોડા જ સમયમાં અર્ચનાબેને કતારગામ પોલીસમાં (Police) સાસરિયાઓ વિરુધ ફરિયાદ નોંધાવતા પ્રેમ લગ્નનો ફરી કરુંણ અંજામ જેવો કિસ્સો સામે આવ્યો છે.
કતારગામ પોલીસે જણાવ્યું હતું કે હાલ અર્ચનાબેને પતિ સહીત સાસરિયાઓ માર મારતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં શરીર પર મારના ગંભીર નિશાનનો ઉલ્લેખ કરાયો છે. ઘટના કતારગામ વિસ્તાર A-39 સંતોષી સોસાયટીમાં બની છે. લગ્ન કર્યા બાદ 3 મહિના પછી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો આરોપ પણ મુકવામાં આવ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે પતિ વિવેક જવેરભાઈ કાચરીયા સાસુ મીનાબેન અને નણંદ સ્નેહા પર માર મારવાનો આરોપ છે. પત્ની અર્ચનાબેનને મોમાં કાપડનો ડૂચો નાખી અને રાતે 1થી 3 વાગીયા સુધી લાકડાના ફટકા,કાતર, મૂંડ ધા મારીને લોહી લુહાણ હાલત કરી હોવાનો આરોપ સાથેની ફરિયાદ નોંધવામાં આવી છે. ગંભીર રીતે ઘાયલ અર્ચનાને સારવાર માટે પ્રાણનાથ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તપાસ ચાલુ છે.
જગદીશભાઈ ઘોઘારી (પીડિત દીકરી ના પિતા) એ જણાવ્યું હતું કે અમને ખબર જ ન હતી કે દીકરી એ પ્રેમ લગ્ન કરી લીધા છે. ફોટો અને સર્ટી મોકલ્યા બાદ ખબર પડી, ત્યારબાદ બે દિવસ પહેલા જ દીકરી સાથે સંપર્ક થયો તો એને માર મારી હોવાની જાણ થતાં દોડતા થઈ ગયા હતા. દીકરી એ જે વાત કરી એ સાંભળી ને રુવાડા ઉભા થઇ જાય છે. હાલ દીકરી હોસ્પિટલમાં દાખલ છે.
વધુમાં જણાવ્યું હતું કે લગ્નનાં ત્રીજા જ મહિને દીકરી અર્ચના પર અત્યાચાર શરૂ કરી દેવાયા હતા. ઘરના બધા જ કામ કરવાના અને એક સમયનું ભોજન આપતા હતા. ઘરમાં બારી બારણા બંધ રાખીને રાખતા હતા. રોજ માર મારતા હતા. સાસુ અને નણંદ સામે બેસીને ઘરકામ કરવા મજબુર કરતા હતા. હાથ પર ચપ્પુ મૂકી ફોન પર ખોટું બોલવા મજબુર કરતા હતા. ઓટલા પર બેસવા પણ ન દેતા હતા. ખાનગી હોસ્પિટલમાં નરસિંગ સ્ટાફ તરીકે કામ કરતી દીકરી ને ગોંધીને રાખતા વેવાઈઓ સામે છેલ્લા શ્વાસ સુધી લડીને ન્યાય મેળવીશું એવું દીકરીના પિતાએ જણાવ્યું હતું.