સુરત: સુરતમાં (Surat) સ્ટંટ (Stant) બાજ બાઇક સવારો પોલીસને (Police) ખુલ્લો પડકાર આપી રહ્યા હોય એવો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાલુ બાઇક પર સ્ટંટ અને નાચતો વિડિયો (Video) સોસીયલ મીડિયામાં વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ આ વીડિયો સુરત અડાજણના પાલ ગૌરવ પથ રોડ પરનો હોવાની શક્યતાઓ સામે આવી છે. જોકે હવે આ પોલીસ તપાસનો વિષય બની ગયો છે.
સ્થાનિક લોકોએ કહ્યું હતું કે હવે યુવા પેઢી સ્ટંટ બાજ બની રહી હોય એ વાત ને નકારી શકાય નહીં. વાઇરલ વિડીયોમાં એક યુવક જીવન જોખમે માત્ર વિડીયો બનાવવાના હેતુથી પોતાનો જીવ કઈ રીતે જોખમમાં મૂકે છે એ સ્પષ્ટ દેખાય છે. વાઇરલ વિડીયો અડાજણ ગૌરવ પથ રોડ પરનો હોવાની શક્યતા લાગી રહી છે. યુવાનોમાં વધતો સ્ટંટ બાજ નો ખેલ વાલીઓ માટે ચિંતાજનક બની રહ્યો છે. ઘરેથી અભ્યાસ ને મિત્ર ને મળવા જવાનું કહી ને નીકળતા બાળકો ખુલ્લા રોડ કે ટ્રાફિકવાળા રોડ પર આવા સ્ટંટ કરતાં વીડિયોમાં કેદ થાય અને માતા-પિતા એ પોલીસ કસ્ટડીનો સામનો કરવો પડે એ દિવસ હવે દૂર રહ્યા નથી.
વધુમાં જણાવ્યું હતું કે આવા સ્ટંટ બાજ બાળકો પરિવાર માટે લાલબત્તી સમાન કહી શકાય છે. વિડીયો વાઇરલ થયો તો પિતા જેલમાં અને અકસ્માત થયો તો સ્ટંટબાજ દીકરો હોસ્પિટલમાં, બસ વાલીઓ એ પણ જાગૃત રહેવાની જરૂર છે. બાળકોને મોંઘી બાઇક અપાવવા પહેલા વિચારવું જોઈએ કે આ બાઇક નો વપરાશ દીકરો સ્ટંટ કરવા માટે તો નહીં વાપરે ને, આવા સ્ટંટ આપણા માટે કે બીજા માટે 100 ટકા જોખમી સાબિત થયા છે. એટલે જ સરકાર પણ સ્ટંટ બાજ બાળકો સામે અને એમના પિતા સામે ફરિયાદ નોંધી કડક કાર્યવાહી કરવા મજબુર બની છે.