ભરૂચ: અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે વિપિનપાર્ક સોસાયટીમાં રહેતી ૨૮ વર્ષીય હિમાનીબેન ભાટિયાનાં લગ્ન તા.૧૪ નવેમ્બર-૨૦૧૬ના રોજ મહિસાગરના કડાણાના પોલીસકર્મી (Police) ભુવનેશકુમાર અશ્વિનભાઈ ભાટિયા સાથે થયાં હતાં. ભુવનેશ ભાટિયાએ પહેલા પંચમહાલ પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી (Job) કર્યા બાદ હાલ તેઓ મહિસાગરમાં બદલી કરાવીને આવી ગયાં હતાં. તેમને બે સંતાન હતાં. તેમણે બે વર્ષ સારું રાખ્યું હતું. બાદ તેણીનાં પતિ, સાસુ મીનાબેન ભાટિયા, જેઠ દિવ્યેશભાઈ ભાટિયા તેમજ જેઠાણી રિયાબેન ભાટિયા પરેશાન કરી માનસિક ટોર્ચર (Torture) કરતા હતા.
તેઓ ગમેતેમ ગાળો બોલીને મારઝૂડ કરતા હતા અને ઘરમાં પત્નીને વાસી જમવાનું આપીને ઘરમાં પૂરી રાખતા હતા. તેણીના પતિ ભુવનેશભાઇએ તા.૧૪મી એપ્રિલે લુણાવાડા ખાતે સખી વનસ્ટોપ ખાતે ૬ દિવસ માટે પત્નીની મરજી વિરુદ્ધ મૂકી આવ્યા હતા અને પત્ની અને પત્નીનાં માતા-પિતા પાસે તેઓની વિરુદ્ધ લખાણ માંગણી કરતાં તેણીને તેડી જવાનું જણાવતા હતા. આખરે સાસુએ કડવા શબ્દો વાપરતા હતા કે તને રાખવા માંગતો નથી. તને છૂટાછેડા આપી દેવાના છે એમ કહીને માનસિક છેલ્લી હદે ટોર્ચર કરતા હતા.
અંતે તો પતિ સહિત તમામ સાસરિયાએ વાળ પકડીને મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેને લઈને ૧૮૧ અભયમ પર ફોન કરીને આખી વેદના દર્શાવી હતી. ત્યાંથી પિયરમાં જાણ કરીને તેડી તેણીને ગયા હતા. જે બાબતે પત્નીએ ભરૂચ મહિલા પોલીસમાં પતિ, સાસુ, જેઠ અને જેઠાણી વિરુદ્ધમાં મારઝૂડ કરી સાસરીમાંથી કાઢી મૂકતાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
‘તમારો પાળેલો કૂતરો અમારા ઉપર કેમ ભસે છે, કરડવા દોડે છે’
ઉમરગામ : ઉમરગામના સરીગામમાં ‘તમારો પાળેલો કૂતરો અમારા ઉપર કેમ ભસે છે, કરડવા દોડે છે’, કહીને એક મહિલાને માર મારવામાં આવ્યો હતો. ઉપરાંત ગાળો આપી જાનથી મારી નાખવાની ઘમકી આપી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવવા પામી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉમરગામ તાલુકાના સરીગામ ઇમરાન નગર ફકીરભાઈની ચાલમાં રહેતી મૂળ મધ્ય પ્રદેશને ગૌરી રામચરણ કેવટ શનિવારે રાત્રે દસેક વાગ્યે પોતાના ઘરે એકલી હતી તે વખતે સૂરજ ઉર્ફે હડ્ડી વિદયાનંદ ઝા, મીરાદેવી વિદયાનંદ ઝા, પિંકી વિકાસકુમાર ઝા તથા અન્ય એક ઈસમ (તમામ રહે સરીગામ પટેલ નગર)એ આવી ‘તમારો પાડેલો કૂતરો કેમ ભસે છે અને કરડવા દોડે છે’ તેમ કહી બોલાચાલી શરૂ કરી હતી. ઝઘડો વધતા ગાળો આપી માર માર્યો હતો. જેનાં પગલે આજુબાજુના લોકો દોડી આવતા આ ચારેય જણા મારી નાખવાની ધાક ધમકી આપી નાસી ગયા હતા. આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.