Gujarat

ગુજરાત ST બસોના ભાડામાં 1થી 6 ટકાનો વધારો

ગાંધીનગર: 2014 પછી પહેલી વખત રાજય સરકારના એસટી (ST) નિગમ દ્વારા બસોના (Bus) ભાડામાં (Rent) આજે 1થી 6નો ભાવ વધારો અમલી બનાવ્યો છે. છેલ્લા 10 વર્ષમાં એસટી નિગમ દ્વારા કોઈ ભાવ વધારો કરાયો નહોતો, જો કે ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર તથા ચેસીસના ભાવમાં થયેલા વધારાના કારણે ભાડા વધારાની એસટી નિગમને ફરજ પડી છે. આ ભાવ વધારાથી 10 લાખ જેટલા પ્રવાસીઓને અસર થશે. વર્ષ ૨૦૧૪ બાદ આજદિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે. જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે.

  • 10 વર્ષ બાદ ભાડા વધાર્યાં, ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર તથા ચેસીસના ભાવ સતત વધતાં સરકારને ભાડા વધારવાની ફરજ પડી
  • પ્રતિ કિ.મી. લોકલ બસના ભાડા 64 પૈસાથી વધારી 80, એક્સ. બસોમાં 68થી વધારી 85, નોન એસી સ્વીપરમાં 62થી વધારી 77 કરાયા

એસટી નિગમની લોકલ બસોમાં 85 ટકા મુસાફરો એટલે રોજના 10 લાખ લોકો 48 કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, જેઓને રૂપિયા 1થી 6 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે. અંદાજે 25 ટકા જેલો ભાડા વધારો કરાયો છે. લોકલ બસમાં પ્રતિ કિ.મી. 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા, એક્સપ્રેસ બસમાં 68 પૈસાના 85 પૈસા અને નોન એસી સ્વીપર કોચના 62 પૈસાના 77 પૈસા કરાયા છે.

ભાડા વધારા સામે એસટી નિગમે 250 જેટલી નવી ઈલે. બસો મૂકવાનું આયોજન કર્યુ છે. 200 હાઈ એન્ડ એસી બસો દોડાવાશે. 200 અધતન સ્લીપર કોચ દોડાવાશે. 200 ગુર્જર નગરી વાહનો દોડાવાશે. 3000 જેટલી સુપર એકસપ્રેસ બસો દોડાવાશે. આ રીતે એસટી નિગમ દ્વારા 3850 જેટલા નવીન ટેકનોલોજીવાળા વાહનો દોડાવવામાં આવનાર છે. એસટી નિગમ દ્વારા રાજયભરમાં 2784 ડ્રાઈવર, 2034 કંન્ડકટર, 2420 મિકેનિક તથા 1603 કલાર્ક મળીને કુલ 8841 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે.

Most Popular

To Top