મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના (Maharashtra) યવતમાલમાં (Yavatmal) ભારે વરસાદના (Rain) કારણે પુર જેવી સ્થિતી સર્જાય છે. ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદમાં ફસાયેલા લોકોને બચાવવા માટે નાગપુરથી એરફોર્સના એક Mi-17 હેલિકોપ્ટરને (Mi-17 helicopter) બોલાવવામાં આવ્યું હતું. જેની મદદથી યવતમાલ જિલ્લામાં પૂરને કારણે ફસાયેલા 40 લોકોને બહાર કાઢવા આવ્યા હતા. યવતમાલ જિલ્લામાં ઘરની દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે. આ સાથે પાંચ અલગ-અલગ જગ્યાઓ પર SDRFની ટીમો પણ તેનાત કરવામાં અવી હતી.
- ફસાયેલા લોકોને બચાવવા માટે નાગપુરથી એરફોર્સના એક Mi-17 હેલિકોપ્ટરને બોલાવવામાં આવ્યું
- શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રના યવતમાલમાં ભારે વરસાદ પડ્યો
- 4 કલાક સુધી વરસાદ પડતા શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયું
- 500થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયું
શુક્રવારે રાત્રે મહારાષ્ટ્રના યવતમાલમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં જિલ્લાના ઘણા રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. ગત રાત્રે યવતમાલમાં લગભગ 4 કલાક સુધી વરસાદ પડતા શહેરના માર્ગો પર પાણી ભરાઈ ગયું હતું. ભારે વરસાદ પડવાના કારણે સવારે 4 વાગ્યાની આજુબાજુ વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસી ગયું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે 500થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું.
ફસાયેલા લોકોને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવશે : કલેક્ટર
યવતમાલના કલેક્ટર અમોલ યેગેએ કહ્યું હતું કે જિલ્લાના મહાગાંવમાં ફસાયેલા લોકોને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવશે. હવામાન સુધર્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે SDRFની ટીમો દ્વારા 5 અલગ-અલગ સ્થળોએ તેનાત કરી બચાવ કામગીરી ચાલી રહી છે.
ભારે વરસાદના કારણે રાયગઢના ઈરશાલવાડીમાં ભૂસ્ખલન થયું હતું. આ ભુસ્ખલનમાં મરનાર લોકોની સંખ્યા વધીને 26 થઈ ગઈ છે. આ સાથે આ ભુસ્ખલનમાં હજી 82 લોકો ગુમ થયેલા છે. આ સાથે પાલઘર, મુંબઈ, ઠાણે રાયગઢ અને રત્નાગીરીમાં ભારે વરસાદના કારણે ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે પર્વતીય વસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તરકાશી અને કારગીલમાં 21 જુલાઈની રાતે એટલે કે ગઈ કાલે રાતે આભ ફાટ્યું હોવાનું પણ સામે આવ્યું હતું.