વડોદરા: મધ્યપ્રદેશથી (MadhyaPradesh) ગુજરાત (Gujarat) ગિરનારની (Girnar) યાત્રાએ આવેલા અને અંબાજી મંદિરે (Ambaji Temple) દર્શન કરવા ગયેલા 20 જણનાં ગ્રુપમાંથી 70 વર્ષીય એક વૃદ્ધા એકાએક ખોવાઈ ગયા હતા. મંદિરમાંથી સીધા તેઓ જંગલમાં (Forest) પહોંચી ગયા હતાં જ્યાં તેમનું 48 કલાક પછી મળી આવ્યાં છે.
જાણો શું છે સમગ્ર ઘટના
20 લોકોના ગ્રુપ સાથે જૂનાગઢના ગિરનાર પ્રવાસે આવેલા મદન મોહન જૈન 5મી જુલાઈના રોજ સવારે ગિરનાર સ્થિત અંબાજી મંદિરે દર્શન કરવા ગયા હતા. અંબાજી દર્શન કરી તેઓ મંદિરના પગથિયાં ઉતરતા હતા ત્યારે તેઓ વચ્ચે જૈન મંદિરે દર્શન કરવા ગયા. જૈન મંદિરે દર્શન કરી પાછા ફરતી વખતે વચ્ચે તેઓને તરસ લાગી અને તેઓ પાણી પીવા માટે આમતેમ ફાંફા મારવા લાગ્યા અને બીજા રસ્તા પર જતા રહ્યાં. એક ઝરણા પાસે પાણી પીવા માટે તેઓ નીચે ઝૂક્યા કે તરત જ તેમનો પગ લપસ્યો અને તેઓ દૂર ગિરનારના જંગલમાં પડી પહોંચ્યાં હતા. મદન મોહન ઊભા થાય ત્યાં સુધીમાં તેઓ પોતે કયાં છે તેમને કશું સમજાયુ ન હતું.
જંગલમાં પડી જવાથી મદન મોહન ગંભીર રીતે ઘાયલ થયા હતા. વૃદ્ધાને આખા શરીરે કાંટા ખૂંપી ગયા હતા અને તેમના શરીરે પણ ઈજાઓ થઈ હતી. આ સમયે તેઓએ એક જંગલી ભૂંડના જૂથનો પણ સામનો કર્યો હતો. આવી હાલતમાં પણ તેઓએ 8 થી 9 કલાક પોતાના બચાવ માટે બૂમો પાડી હતી. ભૂખ અને તરસનાં કારણે તેઓની હાલત બેભાન જેવી જ હતી. જો કે 48 કલાક પછી ભારે જહેમતે વૃદ્ધા મળી આવ્યાં હતાં.
SDRF, પોલીસ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને હોમગાર્ડની ટીમોએ શોધખોળ કરી
જંગલમાં ખોવાયેલા મદન મોહનને શોધવા માટે વહીવટીતંત્રે SDRF, પોલીસ, વન વિભાગ અને હોમગાર્ડના 33 જવાનો સર્ચ ઓપરેશનમાં જોડ્યા હતા. આ પછી આ ટીમોએ જંગલના અલગ-અલગ વિસ્તારોમાં શોધખોળ કરી અને અંતે 48 કલાકથી ગુમ થયેલા મદન મોહન જૈનને શોધી કાઢીને બચાવી લેવામાં આવ્યો.