ન્યૂયોર્ક : ખાલિસ્તાની (Khalistani) આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનું (Gurpatwant Singh Pannu) એક રોડ એક્સિડન્ટમાં (Accident) મૃત્યું થવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે બાદ તેનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની નીચે 5 જુલાઈની તારીખ લખેલી છે. આ સાથે આ વીડિયો ન્યૂયોર્કમાં આવેલ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મુખ્યાલયની બહારનો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ટ્વિટર પર ઘણા યુઝર્સ શેર કરી રહ્યા છે અને લખી રહ્યા છે કે ‘પન્નુ ઝિંદા હૈ’.
આજે 5 જુલાઈ છે : ગુરપતવંત સિંહ પન્નુ
ખરેખર વાત એમ છે કે આતંકવાદી નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની આતંકવાદીઓ નાસી છૂટ્યા હતા. પન્નુ પણ છેલ્લા ઘણા દિવસોથી જોવા ન મળ્યો હતો. જે પછી તેના મૃત્યુની અફવા સામે આવી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ખાલિસ્તાની આતંકવાદી પન્નુ બોલી રહ્યો છે કે આજે 5 જુલાઈ છે. તમે જોઈ શકો છો કે આ સંયુક્ત રાષ્ટ્ર (UN)નું મુખ્યાલય છે. તેણે વધુ કહ્યું હતું કે આ એ જગ્યા છે જ્યાં એક દિવસ ખાલિસ્તાનનો ઝંડો ચડાવવામાં આવશે. આ સાથે તેણે લોકોને અપીલ પણ કરી હતી કે 10 સપ્ટેમ્બરના રોજ ખાલિસ્તાનની યોજનારી વોટીંગમાં લોકો ભાગ લે.
અમેરિકામાં રોડ અકસ્તમાતમાં મોત થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો
ગુરપતવંત સિંહના આ વાયરલ વીડિયા પહેલા સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેનું મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે અમેરિકામાં હાઇવે નંબર 101 પર તેની કારને અકસ્તમાત નડ્યો હતો. જેમાં ગુરપતવંત સિંહ પન્નુનું મૃત્યું થયું હતું. જોકે હજુ સુધી આ સમગ્ર મામલે ખાલિસ્તાનને સમર્થન કરતા જૂથો અથવા યુએસ સરકાર તરફથી કોઈ ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી.
પીએમ મોદીને પન્નુએ આપી હતી ઘમકી
જો વાત કરીએ તો આ ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુએ ગયા એપ્રિલ મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી હતી. 14 એપ્રિલે પીએમ મોદીએ આસામની મુલાકાત લીધી હતી. આ આસામની મુલાકાત દરમિયાન પન્નુએ સ્થાનિક પત્રકારોને રેકોર્ડેડ સંદેશ મોકલ્યો હતો. એપ્રિલમાં જ પન્નુએ સોશિયલ મીડિયાના માધ્યમથી દિલ્હીમાં G-20 દેશોના વડાઓની સમિટ દરમિયાન ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવવાની જાહેરાત કરી હતી.