Charchapatra

યુનિફોર્મ સિવિલ કોડ (UCC)

કોઇપણ દેશ હોય ત્યાં રહેતા તે દેશના તમામ નાગરિકો માટે કાયદા સરખા જ હોવા જોઇએ, મતલબ એ દેશના નાગરિકોએ એક જ પ્રકારના કાયદાઓનું પાલન કરવાનું હોય. આ માટે જો કોઈ કાયદો અમલમાં લાવવો હોય તો તે UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ નો કાયદો જ હોય શકે. હવે આપણા દેશમાં આવા કાયદાનું અસ્તિત્વ નથી પણ ઉપર જણાવ્યું તેમ જરૂરી છે અને છતાં હાલની સરકાર તેવા કાયદાને અંતિમ સ્વરૂપ આપવા માંગે છે તેનો અમૂક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આવા વિરોધ પાછળનો તર્ક સમજી શકાતો નથી. તમે જે દેશના નાગરિક હોવ તે દેશના તમામ નાગરિકો માટે એક જ પ્રકારના કાયદા હોય તો અને ન હોય તો તેવા કાયદા અમલમાં લાવવામાં આવે તો તેમાં વિરોધ શું કામ ? જે દેશના નાગરિક હોવ અને તે દેશના કાયદાનું પાલન ન કરવુ હોય તો તેવાઓનું નાગરિકત્વ રદ કરી તેમને દેશ છોડવાની ફરજ પાડવી જોઈએ તેમાં બેમત ન હોય શકે. મુઠ્ઠીભર વિરોધીઓના વિરોધને અવગણીને બને તેટલો વહેલો યુનિફોર્મ સિવિલ કોડનો અમલ આ દેશમા થવો જોઇએ તેવું નથી લાગતું?
સુરત     – સુરેન્દ્ર દલાલ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

યોગ કાયમ કરો
ગુજરાતીમાં કહેવત છે. પહેલું સુખ તે જાતે નર્યા. આથી યોગ કસરત બંને શરીરસૌષ્ઠવ માટે ખૂબ ઉપયોગી છે. યોગ કરવાથી શરીરનાં બધાં અંગોને નવી ઊર્જા મળે છે. નિયમિત યોગ કરવાથી લાંબે ગાળે પરિણામ મળે છે. મનનો તનાવ દૂર થાય છે. તન પ્રફુલ્લિત રહે છે. હાલમાં આંતરરાષ્ટ્રીય યોગ ડે નિમિત્તે દેશ વિદેશમાં યોગના પ્રયોગ થયા. પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં હતા ત્યાં પણ યોગની સાધના થઇ, તેમાંયે સુરત શહેરમાં સુરતીલાલા બહુ મોટી સંખ્યામાં જોડાયાં. જેથી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત થયું જે ગૌરવવંતી ઘટના છે. પ્રધાનમંત્રી મોદી પણ કાયમી યોગના હિમાયતી છે.

માત્ર યોગ ડેના દિવસે યોગ કરવાથી એક દિવસમાં કોઇ પરિણામ નથી મળતું, પરંતુ શરીરની તંદુરસ્તી, માનસિક સમતુલા જાળવવા તથા દેહને સપ્રમાણ રાખવા યોગ કાયમ કરો, કેમકે યોગ જ રોગને ભગાડે છે. આજનાં યુવાનો યુવતીઓ ટી.વી. વિડિયો અને મોબાઇલ પર લાંબી લાંબી વાતો કરીને સમય બગાડે છે. તેના કરતાં સવાર સાંજ યોગનાં જુદાં જુદાં આસનો કરવાં હિતાવહ છે.
તરસાડા   – પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top