2જી જુલાઇના ગુજરાતમિત્ર દૈનિકના પ્રથમ પૃષ્ઠના અહેવાલ મુજબ મુંબઇ-નાગપુર ધોરીમાર્ગ પર બસ સળગી જતાં 25 નિર્દોષ મુસાફરો બળીને ભઠથું થઇ ગયા. જે અત્યંત કરૂણ ઘટના લેખાય. મૃતદેહ ઓળખી શકાય તેમ પણ ન રહ્યાં. કારણમાં કદાચિત ડ્રાઇવરને ઝોકુ આવી ગયું હોવાથી અકસ્માત સર્જાયો. પણ ડ્રાઇવર ક્લીનર સહિત આઠ વ્યક્તિનો બચાવ થયો. એ પણ આશ્ચર્ય ગણાય. કરૂણતા એ છે કે બચી ગયેલા મુસાફરો મદદ માટે સાદ પાડતા હતા. પણ કોઇ વાહન ઊભુ રહી મદદ કરવા તૈયાર ન થયુ. શું એ વાહનોને ભડકે બળતી બસ ન દેખાઇ હશે.
માનવતા સંપૂર્ણ મરી પરવારી. વર્તમાન સમયમા મોબાઇલ ફોન લગભગ પ્રત્યેક વ્યક્તિ ધરાવે છે. તો એક ફોન કરી ફાયરબ્રિગેડ કે એમ્બ્યુલન્સને તો ઊભા બોલાવી શકાય ને. ઘણી વ્યક્તિઓ આપણે શુની માનસિકતા ધરાવતી હોય છે. ક્યારેક પોલીસની પૂછપરછથી પણ ડરતા હોય. અરે, ઘણીવાર મદ કરવાને બદલી વીડીયો પણ ઉતારતા જણાય. આવુ કેમ. કાલ કોણે દીઠી છે. ક્યારેક આપણને પણ અન્યની મદદની આવશ્યકતા હોઇ શકે. માનવતાની દૃષ્ટિએ અન્યની મદદ કરશુ તો ક્યારેક આપણી પણ મદદ કોઇ કરી શકે. પણ વર્તમાન સમય મહદઅંશે સ્વાર્થનો સમય થઇ ચુક્યો છે. અપવાદ સર્વત્ર હશે. પણ આ દુર્ઘટના હૃદયને હચમચાવી મૂકે છે. માનવતા તો ન જ વિસરાય.
સુરત – સુરન્દ્ર સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સ્વભાવની સરગમ
મિત્રો, કહેવત છે કે વ્યક્તિનો પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. અર્થાત મૃત્યપર્યંત વ્યક્તિ તેનો મૂળ સ્વભાવ, જેવો કે કચકચિયો, નકાત્મક વલણ, હંમેશા બીજાનાં કામમાં ક્ષતિ/ભૂલ જોતો, જેને કારણે પોતે સતત વ્યગ રહે છે. જેવી વ્યક્તિની શારીરિક અને માનસિકને હાનિકર્તા નીવડે છે. જે ઇચ્છા યોગ્ય નથી. લગભગ ચા નો સ્વાદ ઘરમાં, મિત્રને ત્યાં, હોટલ, લારી કે ધાબામાં જુદો અનુભવાય છે, જેનું કારણ યોગ્ય પ્રમાણમાં ચા, સ્વાદિષ્ટ બનાવવા, દૂધ-ખાંડ-ચા-મસાલો મિશ્રિત ન હોય. એ જ રીતે વ્યક્તિનાં મનમાં રહેલી બીજા પ્રત્યેનો દ્વેષ, ક્રોધ, સ્વાર્થ વૃત્તિ કે પ્રદીપણાને કારણે. તે બીજી વ્યક્તિની ચાહના મેળવી શકતો નથી. આથી આપણે મનમાં આવા કોઈપણ પ્રકારનાં નકારાત્મક વિચારો રાખવા ન જોઈએ. તો જીંદગી I LOVE YOU, સાર્થક બને.
સુરત – દિપક બી.દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.