Sports

વન-ડે વર્લ્ડકપ અંગે મોટા સમાચાર, પાકિસ્તાનની આડોડાઈના લીધે ઉભી થઈ આવી તકલીફ

નવી દિલ્હી: પાકિસ્તાની ક્રિકેટ બોર્ડમાં (PCB) હાલ અફરા તફરીનો માહોલ બન્યો છે. 19 જૂનની મધ્યરાત્રિએ પીસીબીના ચેરમેન નજમ શેઠીએ (Najam Sethi) રાજીનામું (Resignation) આપ્યું છે. આ જાણકારી નજમ શેઠીએ ટ્વિટ (Tweet) કરી આપી હતી . આ પાછળ હાલ પાકિસ્તાનનું રાજકારણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વર્લ્ડ કપના શિડ્યુલ મામલે પણ મોટો ખુલાસો થયો છે.

ODI વર્લ્ડ કપનું શિડ્યૂલ પહેલાથી જ લેટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં પાકિસ્તાન તેમાં વધુ વિલંબ કરી રહ્યું છે. ICC દ્વારા તમામ ક્રિકેટ બોર્ડને વર્લ્ડ કપનું સંભવિત શિડ્યૂલ મોકલવામાં આવ્યું હતું જેમાં આ શિડ્યુલ સામે કોઈ પણ બોર્ડે વાંધો ઉઠાવ્યો નથી અને તેને ગ્રીન સિગ્નલ આપી દીધુ્ં હતું જ્યારે પાકિસ્તાને આ શિડ્યુલને ગ્રીન સિગ્નલ આપ્યું નથી.

પાકિસ્તાન ભારત સાથેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા માંગતું નથી. ICCને ભારત સામેની પાકિસ્તાનની મેચ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન ઈચ્છી રહ્યું છે કે ચેન્નાઈમાં રખાયેલી અફઘાનિસ્તાન સામેની તેની મેચમાં પણ ફેરફાર કરવામાં આવે. જો કે આ મુદ્દે પીસીબીમાં કોઈ સુનાવણી થઈ નથી. તેમજ આ મુદ્દે તેણે કોણ ઠોસ પુરાવા પણ રજૂ કર્યા નથી. હાલની સ્થિત મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમદાવાદમાં રમાશે જ્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ચેન્નાઈમાં રમાશે. આ સમગ્ર મામલાને લઈને આઈસીસી દ્વારા હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

ટ્વિટ કરીને શેઠીએ જણાવ્યું કે હું શાહબાઝ શરીફ અને આસિફ ઝરદારી વચ્ચે વિવાદનું કારણ બનવા માંગતો નથી
નજમ સેઠીએ ટ્વિટ કરીને જણાવ્યું કે ‘બધાને સલામ! હું શાહબાઝ શરીફ અને આસિફ ઝરદારી વચ્ચે વિવાદનું કારણ બનવા માંગતો નથી. આ અનિશ્ચિતતા અને અસ્થિરતા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે સારી નથી. આ તમામ સંજોગોમાં હું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ પદનો ઉમેદવાર નથી. તમામ સ્ટેડહોલડર્સને શુભકામના.’ જણાવી દઈએ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નજમ સેઠીએ એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળે તે માટે ACC સમક્ષ હાઇબ્રિડ મોડલ રજૂ કર્યું હતું. અનેક વિવાદો પછી ACCએ આ હાઈબ્રિડ મોડેલ સ્વીકાર્યું હતું અને પાકિસ્તાનને ચાર મેચનું આયોજન કરવાની મંજૂરી આપી હતી.

સેઠીનો કાર્યકાળ 21મી જૂને પૂરો થવાનો હતો
પીસીબીના મોટાભાગના નિર્ણયોમાં રાજનિતિ જોવામ મળે છે જે નવી વાત નથી. નજમ સેઠી પાકિસ્તાનના વર્તમાન વડાપ્રધાન શાહબાઝ શરીફના નજીકનામાંના એક હતા. આ કારણે ઈમરાન ખાને સરકાર છોડતાં જ નજમ સેઠીને ડિસેમ્બર 2022માં રમીઝ રાજાના સ્થાને PCBમાં અધ્યક્ષ પદે બેસાડી દેવામાં આવ્યાં હતાં. જો કે સેઠીનો કાર્યકાળ 21મી જૂને પૂરો થવાનો હતો. આશા હતી કે સેઠી ચેરમેન તરીકે પોતાના કાર્યકાળ પછી પણ કાર્યરત રહેશે. પરંતુ નજમ સેઠીએ 19 જૂને રાત્રે 1 વાગ્યે જાહેરાત કરી હતી કે તેઓ PCBના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી રહ્યાં છે.

Most Popular

To Top