ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) જાસપુર ખાતે વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર (Maa Umiya Mandir) વિશ્વઉમિયાધામનું નિર્માણ કાર્ય પૂરજોશમાં છે. ત્યારે વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ અર્થે ગાંધીનગરના (Gandhinagar) રાયસણમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું હતું. રાયસણના ટ્રિનિટી ગ્રાઉન્ડમાં યોજાયેલા શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞનો રૂકમણી અને કૃષ્ણ વિવાહ બાદ અંતિમ પુરાણ સાથે સંપન્ન થયો હતો. કન્યાદાન વેળાએ રૂકમણી વિવાહમાં ગાંધીનગરના ભક્તોએ 500 તોલા સોનાની ઉછામણી કરી હતી. રૂકમણી અને કૃષ્ણ વિવાહમાં 5 હજારથી વધુ ભક્તો જોડાયા હતા. જેમાં કૃષ્ણના જાનૈયા બનેલા 4 હજારથી વધુ લોકોએ ભોજન પ્રસાદ પણ લીધો હતો.
‘હું પણ પાયાનો પિલ્લર’ અભિયાનમાં 108 મહાનુભાવો જોડાયાઃ શ્રી આર.પી.પટેલ
શ્રીમદ્દ ભાગનયજ્ઞ અંગે સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવ્યું હતુ કે ભાગવત જ્ઞાનયજ્ઞથી નવી આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો છે. ગાંધીનગરના 108 મહાનુભાવો 11 લાખના ધર્મસ્તંભના દાતા બની ‘હું પણ પાયાનો પિલ્લર’ અભિયાનના સહભાગી થયા છે. આ ઉપરાંત 28 થી વધુ 25 લાખ, 51 લાખ અને 1 કરોડ અને 5 કરોડના દાતા તરીકે જોડાયા છે. મહત્વનું છે કે મા ઉમિયાના કૃપાપાત્ર બની પ્રમુખ લાલા ડાહ્યાભાઈ પટેલ 5 કરોડના દાતા ટ્રસ્ટી તરીકે જોડાયા છે. આમ કુલ 25 કરોડથી વધુના દાનની જાહેરાત થઈ.