નવી દિલ્હી: વિશ્વમાં (World) સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની લિસ્ટમાં વિરાટ કોહલીનું (Virat Kohli) નામ સામેલ છે. કોહલી માત્ર ક્રિકેટમાંથી (Cricket) જ નહીં પણ સ્ટાર્ટ-અપ, સોશિયલ મીડિયા અને જાહેરાતથી પણ ઘણી કમાણી કરે છે. કોહલીનું નેટવર્થ 1000 કરોડને પાર થઈ ગઈ છે. સ્ટોક ગ્રો અનુસાર વિરાટ કોહલીની નેટવર્થ હાલ રૂ. 1,050 કરોડ છે. આ ઉપરાંત ફેશનનાં મામલે પણ કોહલી આગળ પડ્તો છે.
ઈન્સ્ટાગ્રામ પર 252 મિલિયન ફોલોઅર્સ ધરાવતો કોહલીની નેટવર્થ 1050 કરોડ થઈ ગઈ છે. મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીને ટેસ્ટ મેચ માટે 15 લાખ, વનડે માટે 6 લાખ અને T20 માટે 3 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી તે રમે છે તેના માટે વિરાટને વાર્ષિક 15 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે. ઉપરાંત BCCIએ તેને A+ કેટેગરીમાં મૂક્યો હોવાથી તેને કૉન્ટ્રાક્ટ હેઠળ વાર્ષિક 7 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવે છે.
સ્પોર્ટ્સ ઉપરાંત કોહલી અનેક બ્રાન્ડનો માલિક છે. તેણે બ્લુ ટ્રાઈબ, યુનિવર્સલ સ્પોર્ટ્સબિઝ, MPL અને સ્પોર્ટ્સ કોન્વો સહિત સાત સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કર્યું છે. વિરાટ 18થી વધુ બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. વિરાટ કોહલી FC ગોવા ફૂટબોલ ક્લબનો માલિક પણ છે. તેની પાસે ટેનિસ અને રેસલિંગ ટીમ પણ છે.
જાહેરાતોમાંથી પણ તેને ઘણી કમાણી થાય છે. દરેક એડ શૂટ માટે કંપની વિરાટને વાર્ષિક 7.50 થી 10 કરોડ રૂપિયાની ચૂકવણી કરે છે. જ્યારે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી વિરાટ લગભગ રૂ. 175 કરોડની કમાણી કરે છે. કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવા બદલ 8.9 કરોડ રૂપિયા જ્યારે ટ્વિટર પર પોસ્ટ દીઠ 2.5 કરોડ રૂપિયા લે છે.
આ ઉપરાંત વિરાટને ઘડિયાળ અને ચશ્માનો પણ શોખ છે. કાર સાથે તેનું ઘર પણ એટલું આલિશાન છે. વિરાટની પ્રોપર્ટીની વાત કરીએ તો મુંબઈમાં 34 કરોડના ઘર સાથે ગુુરુગ્રામમાં પણ તેના બે બંગલા છે. બંને બંગલા થઈને અંદાજિત કિંમત 80 કરોડ હોય તેવું જણાયું છે.