અમેરિકા : એક અમેરિકન ફુટબોલરે (American Footballer) પોતાનું 140 કિલોથી પણ વધારે વજન ઘટાડવા માટે 40 દિવસ સુધીના ઉપવાસ કર્યા હતા. આ ખેલાડીનું નામ રસેલ ઓકુંગે છે. રસેલે સોશિયલ મીડિયા (Social media) પર પોતાના Befor અને Afterના ફોટો શેર કર્યા હતા. જે ફોટા તેના વજનમાં થયેલા ફેરફારના હતા. તેના ફોટો જોઈ લોકો આશ્રયચકિત થઈ ગયા હતા.
રસેલ ઓકુંગ એક અમેરિકન ફૂટબોલર છે. તે પોતાનું 140 કિલોથી પણ વધારે વજન ઘટાડવા માટે સતત 40 દિવસ સુધી ભુખ્યો રહ્યો હતો. આ ઉપવાસ પછી તેનું 45 કિલોથી પણ વધારે વજન ઓછું થયુ હતું. રસેલને જ્યારે પુછવામાં આવ્યું કે તમે આટલુ વજન કઈ રીતે ઓછું કર્યું, ત્યારે તેણે સંપુર્ણ વાતનો ખુલાસો કર્યો હતો.
40 દિવસ સુધી ખોરાકને હાથ પણ લગાડ્યો ન હતો
રસેલે ખુલાસો કરતા કહ્યું હતું કે મે 40 દિવસ સુધી ખાવાનું છોડી દિધું હતું. તેણે એક વિડીયો પણ શેર કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે મારું વજન 140 કિલોથી પણ વધારે હતું. મે મારું વજન ઘટાડવા માટે એક મહિનાથી પણ વધારે દિવસો સુધી ખાવાનું છોડી દિધું હતું. તે દરમિયાન ફક્ત પાણીના સહારે જ મે દિવસો કાપ્યા હતા. આમ કરવાથી મારું 45 કિલોથી પણ વધારે વજન ઓછું થયું હતું. રસેલે એમ પણ ક્હ્યું હતું કે મને એક રિસર્ચ દ્વારા ખબર પડી હતી આટલા દિવસ સુધી ખાધા વગર ફક્ત પાણીના સહારે રહેવું એ શરીર માટે સારી વાત ન કહેવાય. આમ કરવું એ શરીર અને સ્વાસ્થ માટે હાનીકારક છે.
વજન ધટાડવાની સફર સહેલી ન હતી : રસેલ
રસેલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આ વજન ઘટાડવાની સફર સહેલી ન હતી. મારા માટે આ એક ચેલેન્જ અને મુશ્કેલી ભરી સફર હતી. તેણે વધુ કહ્યું હતું કે આ ઉપવાસ માત્ર વજન ઘટાડવા માટે ન હતો તે આધ્યાત્મીકતાની રીતે પણ હતો. રસેલે એમ પણ કહ્યું હતું કે તે આ ઉપવાસથી હું માનસિક રીતે પણ સારૂ અનુભવ કરી રહ્યો છું. એક એથલીટ રીતે અમને કહેવામાં આવે છે કે ખાઓ અને મજબુત બનો જેના પર મે ક્યારે સવાલ નથી કર્યા, પરંતુ આ ઉપવાસે તે બધુ જ બદલી નાખ્યું હતું.