National

ગેહલોત અને પાયલટ વચ્ચે ચાલી રહેલા તણાવને દૂર કરવા પાર્ટી નેતૃત્વએ બંનેને સામસામે બેઠક કરાવી

નવી દિલ્હી: રાજસ્થાન (Rajasthan) કોંગ્રેસમાં (Congress) આંતરિક કલેહના સમાધાન માટે મુખ્યમંત્રી (CM) અશોક ગેહલોત અને તેમના જેમની સાથે મતભેદ ચાલી રહ્યા છે તે સચિન પાયલટ સોમવારે પક્ષના મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી જે દરમિયાન રાહુલ ગાંધી પણ હાજર હતા.

સૂત્રોએ કહ્યું હતું કે ગેહલોતે ખડગે સાથે તેમના નિવાસ સ્થાન પર બેઠક કરી હતી જેમાં એઆઈસીસી મહાસચિવ કે સી વેણુગોપાલ અને પક્ષના નેતા જિતેન્દ્ર સિંહ પણ બેઠકમાં હાજર હતા. ખડગે, રાહુલ અને ગેહલોત વચ્ચે અડધો કલાક સુધી ચાલેલી બેઠક બાદ રાજસ્થાન માટેના કોંગ્રેસના ઈનચાર્જ સુખજિન્દર રંધાવા તેમની સાથે ચર્ચામાં જોડાયા હતા.

2 કલાક બાદ પાયલટ પણ ખડગેના નિવાસ સ્થાને બેઠકમાં જોડાયા હતા. પાયલટ ગેહલોત સરકાર પર આરોપ લગાવી રહ્યા છે કે તે વસુંધરા રાજેના નેતૃત્વવાળી ભાજપ સરકારના કાર્યકાળમાં થયેલા ભ્રષ્ટાચાર પર કોઈ કાર્યવાહી કરી રહી નથી. લાંબા સમય બાદ પહેલી વખત છે કે ગેહલોત અને પાયલટ પક્ષના ટોચના નેતૃત્વની હાજરીમાં સામસામે મળ્યા હોય. ખડગે અને રાહુલ રાજસ્થાનના નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે જેથી ત્યાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે પક્ષનો વ્યૂહ ઘડી શકાય. આ કોંગ્રેસ નેતૃત્વએ પહેલાંથી મધ્ય પ્રદેશના ટોચના નેતાઓ સાથે ચર્ચા કરી હતી જ્યારબાદ રાહુલે કહ્યું હતું કે પક્ષ રાજ્યમાં 150 બેઠકો જીતશે.

અગાઉ ગેહલોતે કહ્યું હતું કે પાર્ટી હાઈ કમાન્ડ મજબૂત છે અને કોઈ પણ નેતા અથવા કાર્યકર્તાને શાંત કરવા તેને કોઈ પણ પદ આપશે નહીં. અગાઉ પાયલટે અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે જો તેની 3 માગ આ મહિનાના અંત સુધી પૂરી નહીં કરાય તો રાજ્યભરમાં આંદોલન કરશે. તેમની માગણીઓ પૈકી એકમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની સરકારના કાર્યકાળમાં થયેલા કથિત કૌભાંડોની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા કહેવાયુ છે. ઉલ્લેખનીય છે કે 2018માં કોંગ્રેસે રાજસ્થાનમાં સરકાર બનાવી ત્યારબાદથી ગેહલોત અને પાયલટ વચ્ચે સત્તાની રસાકસી ચલી રહી છે.

Most Popular

To Top