નવી દિલ્હી: કુશ્તીબાજોનો (Wrestlers) બીજેપી (BJP) સાંસદ અને કુશ્તી મહાસંધના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) સામે ધરણાને એક મહિનો પૂરો થઈ ગયો છે. 20 એપ્રિલ સુધી બ્રિજભૂષણની ધરપકડની માગ કરવામાં આવી હતી. રવિવારે વિનેશ ફોગાટે કહ્યું હતું કે હવે તેઓ આગળની રણનિતિ પણ કામ કરશે. 23 એપ્રિલનાં રોજ કુશ્તીબાજોએ જંતર મંતરથી ઈંડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ કાઢી હતી. ઘણાં લોકોએ આ માર્ચમાં ત્રિરંગો લઈને ભાગ લીધો હતો. કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો કે તેમની કૂચને ધ્યાનમાં રાખીને પોલીસે ઈન્ડિયા ગેટ ખાલી કરી દીધો, જેથી લોકો તેમના સમર્થનમાં ભાગ ન લઈ શકે.
આ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટનો કેસ નથી, પરંતુ ગુડ ટચ-બેડ ટચનો છે: બ્રિજભૂષણ
બ્રિજભૂષણ તરફથી એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેણે કહ્યું, ‘હું તેમને મળવા ક્યારેય નહીં જઈશ. પહેલાં તેઓ મારા પગ સ્પર્શતા હતા અને હવે એ જ લોકો ધરણાં પર બેઠા છે. તેઓ કોઈ ષડયંત્રનો શિકાર બન્યાં છે. આ સેક્સ્યૂઅલ હેરેસમેન્ટનો કેસ નથી, પરંતુ ગુડ ટચ-બેડ ટચનો છે.
આ પતિ પત્નીઓનું નહિં પણ સમગ્ર દેશના કુશ્તીબાજોનું પ્રદર્શન છે: બજરંગ પુનિયા
બ્રિજભૂષણે મહારાણા પ્રતાપની જયંતિના અવસરે મઉમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં તેણે વિનેશ ફોગાટની તુલના મંથરા સાથે કરી હતી. તેણે કહ્યું કે જેમ મંથરા અને કૈકેઈની જેમ વિનેશ મારા માટે મંથરા બનીને આવી છે. પહેલીવાર હજારો પહેલવાનો હતા પણ હવે માત્ર ત્રણ પતિ અને ત્રણ પત્નીઓ છે. સાતમું કોઈ નથી. જેમ આજે આપણે મંથરા અને કૈકેઈનો આભાર માનીએ છીએ તેમ થોડાં દિવસો પછી વિનેશ ફોગાટન પણ આભાર માનીશું. બજરંગ પુનિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ પતિ પત્નીઓનું નહિં પણ સમગ્ર દેશના કુશ્તીબાજોનું પ્રદર્શન છે. બ્રિજભૂષણ આજે પોતે જોશે કે કેટલા પહેલવાનો અમારી સાથે કેન્ડલ માર્ચમાં જોડાય છે.