મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra)ના નાશિક (Nashik) જિલ્લામાં આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરTrimbakeshwar Jyotirling Mandir)માં ભારે હંગામો મચ્ચો હતો. અહીં કેટલાક મુસ્લિમ યુવકોએ મંદિરમાં લીલી ચાદર ચઢાવવાનો પ્રયત્નો ર્ક્યો છે. આ મામલામાં બ્રામ્હણ મહાસભાએ તપાસની માંગ કરી હતી. ત્યાર બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમએ SIT તપાસના આદેશ આપ્યા છે. મળતી માહિતી અનુસાર, આ મામલામાં પોલીસે 4 થી 5 લોકોની ધરપકડ કરી છે. આ યુવકોએ જબરદસ્તી મંદિરમાં ઘુસવાનો પ્રયત્ન ર્ક્યો છે.
શું છે પૂરો મામલો?
ગઈ તા. 13 મેના રાત્રે 10 કલાકે ત્ર્યંબકેશ્વર મંદિરના ગર્ભ ગૃહ બંધ થયા પછી મોટી સંખ્યામાં લોકો જબરદસ્તી મંદિરમાં ઘુસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જેમને મંદિર પ્રશાસન અને સ્થાનિક પોલીસે અનેક પ્રયત્નો બાદ મંદિરમાં ઘુસવાથી રોક્યા હતા. આ મામલામાં કાર્યવાહી કરવા માટે મંદિર પ્રશાસને પોલીસ અને રાજ્ય સરકાર પાસે માંગ કરી હતી.
SIT માત્ર આ વર્ષની ઘટનાનો જ નહીં પણ ગત વર્ષે થયેલી ઘટનાનો પણ તપાસ કરશે. ગત વર્ષે પણ મે મહિનામાં આવો જ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે એક વિશેષ સમુદાયની ભીડએ મુખ્ય પ્રવેશ દ્વારના માધ્યમથી કથિત રીતે ત્ર્યંબકેશ્વર મંદિર પરિસરમાં પ્રવેશ ર્ક્યો હતો.
ડેપ્યુટી સીએમએ શું આદેશ આપ્યા?
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને ગૃહ મંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર ભીડ જમા થવાની 13મેની કથિત ઘટના પર એફઆઈઆર દાખલ કરીને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. ફડણવીસે ઘટનાના તપાસ માટે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રેંકના અધિકારીઓની અધ્યક્ષતામાં એક SITની રચનાના આદેશ આપ્યા છે. આ મામલામાં વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે.
NCP નેતા જિતેન્દ્ર આવ્હાડનું નિવેદન
NCP નેતા જિતેન્દ્ર આવ્હાડએ કહ્યું કે, ‘અત્યારે ત્ર્યંબકેશ્વર જ નહીં, ભીમાશંકરના શિખર પર પણ કોઈને ચઢાવવામાં આવશે. તમને સમજાઈ રહ્યું છે કે કોની બેદરકારી છે. અમારા મોઢામાંથી કેમ સાંભળવા માંગો છો. મેં તો પહેલા જ કીધું હતું કે, ત્યારે લોકોએ કહ્યું કે આ શું કહી રહ્યો છે આવ્હાડ? તમે સમજો કે આપણે પાગલ નથી. આ તો માત્ર 2 જિલ્લાઓમાં થયું છે. જીતવાની આશા જ નથી ને, એક માત્ર જીતવાનો રસ્તો છે, તે છે દંગા.’