સુરત: દમણના (Daman) જામપોર બીચ પર આગામી 27મી મેના રોજ ‘શોર ફેસ્ટ’, ધ બિગેસ્ટ બોલિવૂડ નાઇટ બીચ ફેસ્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ વખત બોલિવૂડના સાત સેલિબ્રિટી કલાકારો સ્ટેજ પર લાઇવ પરફોર્મન્સ (Live performance) આપશે. સાથે જ ફૂડ, ફન અને મસ્તી સાથે ઘણું બધું સામેલ હશે. વડોદરા સ્થિત એજન્સી અનવર્ક મીડિયા દ્વારા પ્રસ્તુત અને દમણ ટુરિઝમ દ્વારા સમર્થિત આ ફેસ્ટમાં બોલિવૂડ ઉદ્યોગના પ્રખ્યાત સંગીતકારો હાજર રહેશે અને આ દિવસની રાતને એક યાદગાર રાત બનાવશે.
દમણના સૌથી સ્વચ્છ દરિયાકિનારા અને મંત્રમુગ્ધ કરી દે તેવા સ્થાન તરીકે ઓળખાતા જામપોર બીચ પર આયોજિત બીચ ફેસ્ટ સમગ્ર ભારત અને વિદેશના પ્રેક્ષકોને આકર્ષિત કરી રહ્યો છે. ફેસ્ટમાં ઉપસ્થિત રહેનાર ગાયકોમાં બોલિવૂડના બહુમુખી પ્રતિભા ધરાવતા ગાયક મિથુન શર્મા પણ સામેલ હશે, કે જેઓ ‘હાફ ગર્લફ્રેન્ડ’માં ‘ફિર ભી તુમકો ચાહુંગા’, કબીર સિંઘનું ‘તુઝે કિતના ચાહને લગે’ અને આશિકી 2 માંથી ‘તુમ હી હો’ જેવા હિટ ગીતો આપ્યા છે. આ ઇવેન્ટની શરૂઆત પણ તેઓ આ સુપર હિટ ગીતો સાથે કરશે. આ ઉપરાંત સ્ટેજ પર જાવેદ અલી દ્વારા પુષ્પાના શ્રીવલ્લીની ધૂન પર, અસીસ કૌર દ્વારા શેરશાહના રાતા લામ્બિયાન, એશ કિંગના ભેડિયાના ઠુમકેશ્વરી, યાસર દેસાઈ દ્વારા મખ્ના, હુક્કા બાર જેવા ગીતોનું પ્રસ્તુતિ પર પ્રેક્ષકો પોતાની જાતને ઝૂમતા રોકી શકશે નહીં.
આ આયોજન અંગે અરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે દમણ ખાતેનો જામપોર બીચ ‘શોર ફેસ્ટ’, સાથે મંત્રમુગ્ધ કરી દેનારા આ સ્થાન પર સાત સેલિબ્રિટી કલાકારોની સ્ટાર- સ્ટડેડ લાઇન- અપ સાથે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. જેથી 27 મે, 2023 ના રોજ અમારી સાથે જોડાઓ કારણ કે અમે બોલીવુડના પ્રખ્યાત સંગીતકારોને એકસાથે લાવી તમારા માટે મનોરંજન અને આશ્ચર્યની આહલાદક શ્રૃંખલા ઓફર કરી રહ્યા છીએ. સાથે જ ટેટૂ અને મહેંદી માટે લાઇવ કાઉન્ટર્સ, દમણ અને બહારથી સ્વાદિષ્ટ વાનગીઓ ઓફર કરતા ફૂડ સ્ટોલ, ક્રિએટિવ ફોટો બૂથ અને ટેક- હોમ અહીં ઉપલબ્ધ હશે જે જીવનનું અનેરું સંભારણું બની રહેશે.
આ ઇવેન્ટ વિશે વાત કરતાં, મિથુને એ જણાવ્યું હતું કે ‘હું દમણ આવવા અને ગુજરાત અને દમણના લોકો સામે લાઇવ પર્ફોર્મન્સ આપવા માટે આતુર છું અને આટલા દિવસની રાહ જોઇ શકતો નથી. મેં આ સ્થળની વાઇબ્રેન્સી વિશે ઘણું સાંભળ્યું છે, આ ઐતિહાસિક રાત્રિએ આત્માની લય દમણના તરંગો સાથે ભળી જવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ અવસર આપવા બદલ હું અનવર્ક મીડિયા અને દમણ ટુરિઝમનો હૃદયપૂર્વક આભાર માનું છું. સૌ કલાકારો વતી હું ખાતરી આપું છું કે આ બોલિવૂડ નાઈટની ધૂન લોકોને મંત્રમુગ્ધ કરશે અને આવનારા વર્ષો સુધી દમણના કિનારો, અને તારાઓ હેઠળની આ રાત ફેસ્ટમાં આવનારા લોકો માટે શ્રેષ્ઠ અને યાદગાર બની રહેશે.’ દમણના ઈતિહાસમાં તે ઐતિહાસિક રાત્રે 20,000 થી વધુ લોકો આ ઘટનાના સાક્ષી બનશે.