Gujarat

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં પાંચ યુવાનનાં ડૂબી જતાં મોત

ગાંધીનગર: બોટાદના (Botad) કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ કિશોરોના ડૂબી જવાથી મોત (Death) થયાની હૃદયદ્રાવક ઘટના બની છે. મૃતક તમામ કિશોરો બોટાદના મહંમદનગર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. મળતી મહિતી મુજબ બોટાદના કૃષ્ણસાગર તળાવમાં આજે 13થી 17 વર્ષની વયના કિશોરો નાહવા ગયા હતા. જેમાંથી બે કિશોરો નાહવા પડ્યાં હતાં. પરંતુ તેઓ ડૂબવા લાગતાં, બંનેને બચાવવા માટે ત્યાં ઉભેલા અન્ય ત્રણ કિશોરોએ તળાવમાં છલાંગ લગાવી હતી. જો કે બે કિશોરોને બચાવવાના પ્રયાસમાં અન્ય ત્રણ કિશોરો પણ ડુબી જતાં પાંચેય કિશોરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

  • બે કિશોરોને બચાવવાના પ્રયાસમાં અન્ય ત્રણ કિશોરો પણ ડુબી જતાં પાંચેય કિશોરો પાણીમાં ગરકાવ
  • દોઢ કલાકની જહેમત બાદ તરવૈયાઓએ પાંચેય કિશોરોના મૃતદેહને બહાર કાઢ્યા

ઘટનાની જાણ ફાયર બ્રિગેડ, ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. સાથે જ મુસ્લિમ સમાજ તેમજ અન્ય લોકોના ટોળે ટોળા કુષ્ણસાગર તળાવ ખાતે દોડી આવ્યા હતા.દોઢ કલાકની જહેમત બાદ તરવૈયાઓએ પાંચેય કિશોરોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. એક પછી એક મૃતદેહોને કાઢતાં જોઈ લોકોનું હ્દય દ્રવિ ઉઠ્યું હતું. પોલીસે આ તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. એક સાથે પાંચ કિશોરોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થતાં મહંમદનગર સહિત સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તેમજ પાંચેય કિશોરોનાં મોતનાં કારણે તેઓના પરિવારમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.

આશરે 2 કલાકની જહેમત બાદ એક બાદ એક એમ પાંચેય તરુણોના મૃતદેહ મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ પગલે બોટાદ એસ.પી. કિશોર બળોલિયા, ડી.વાઈ.એસપી મહર્ષિ રાવલ, પ્રાંત અધિકારી દિપક સતાણી સહિતના દોડી આવેલા અને તમામના મૃતદેહોને પીએમ માટે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


Most Popular

To Top