National

ટોલ પ્લાઝા પર 10 રૂપિયા વધુ કપાતાં કાર માલિકે કોર્ટમાં કેસ કર્યો, મળ્યું 8,000નું વળતર

બેંગ્લોર: દેશમાં એક્સપ્રેસ-વે અને હાઈવેનું કામ ઝડપી થઈ રહ્યું છે. તેની સાથે જ હાઈવે પર લોકોની યાત્રાને સુવિધાજનક બનાવવા અને ટોલ ટેક્સ (Toll Tax) વસૂલવા માટે ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગની સિસ્ટમ ઉભી કરવામાં આવી છે, પણ બેંગ્લોરમાં એક ટોલ પ્લાઝા પર વધુ પૈસા લેવા NHAI ને ભારે પડ્યા છે.

વાત એવી છે કે, બેંગ્લોર(Bengaluru)ના એક વ્યક્તિએ ટોલ પર એક્સ્ટ્રા પૈસા કાપવાની ઘટનાના મામલામાં ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) સામે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. માત્ર 10 રૂપિયા વધુ વસૂલવાની ફરિયાદ પર સુનાવણી કરતા કોર્ટે NHAIને મોટું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બેંગ્લોરના ગાંધીનગરનો રહેવાસી સંતોષ કુમાર એમબીએ વર્ષ 2020માં ચિત્રદુર્ગમાં એક નેશનલ હાઈવે પર પોતાના વાહનને બે વાર લઈ ગયા હતા. દરમિયાન ટોલ પ્લાઝને પાર કરતા દર વખતે ફાસ્ટટેગ એકાઉન્ટમાંથી 5 રૂપિયા વધુ કપાઈ ગયા. એટલે કે બંને બાજુથી 10 રૂપિયા.

સંતોષ અનુસાર તેમના ફાસ્ટટેગ એકાઉન્ટમાંથી ટોલ પ્લાઝા પાર કરતાં 35 રૂપિયાની જગ્યા પર 40 રૂપિયા કપાયા હતા. એટલે કે તેમની પાસેથી 10 રૂપિયા વધુ લેવામાં આવ્યા હતા. જો કે 10 રૂપિયા કોઈ મોટી રકમ નથી પણ એક મહિનામાં લાખો ગાડીઓ ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે. ત્યારે વધુ કપાતી રકમ કોઈ મોટા કૌભાંડથી ઓછી નથી.

અધિકારીઓએ ફરિયાદ સાંભળી ન હતી
કુમારે આ મામલામાં શહેરના પ્રાધિકરણ વિભાગના અધિકારીઓનો સંપર્ક ર્ક્યો હતો. એટલું જ નહીં તે આ મામલાને લઈને પરિયોજના નિદેશક અને એજન્સી, ચિત્રદુર્ગની પરિયોજના કાર્યાન્વયન યૂનિટ સાથે પણ સંપર્ક ર્ક્યો હતો. પણ કોઈ સફળતા મળી ન હતી. અધિકારીઓના ડેસ્કના ચક્કર લગાવીને થાકી ચૂકેલા સંતોષે અંતમાં NHAI ને કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

તેમણે પહેલા જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ ચિત્રદુર્ગમાં NHAI પરિયોજના નિદેશક અને નાગપુરમાં JAS ટોલ રોડ કંપની લિમિટેડના મેનેજર પર કેસ દાખલ ર્ક્યો. ત્યાર બાદ NHAIના પરિયોજના નિદેશક તરફથી એક વકીલ રજૂ થયો અને વકીલે તર્ક આપ્યો કે ફાસ્ટટેગ સિસ્ટમને National Payments Corporation of India દ્વારા ડિઝાઈન, ડેવલપ અને કોન્ફિગર કરવામાં આવ્યું છે.

વકીલે કોર્ટમાં બીજો તર્ક આપ્યો કે, 1 જુલાઈ 2020 સુધી કાર માટે ટોલ ફી વાસ્તવમાં 38 રૂપિયા અને લાઈટ કમર્શિયલ વ્હીકલના 66 રૂપિયા હતા. જો કે, NHAIએ 6 એપ્રિલ 2018એ એક સર્કુલર જાહેર ર્ક્યુ હતું. જેમાં કાર માટે 35 રૂપિયા ટોલ ટેક્સ અને LCV માટે 65 રૂપિયા થઈ ગઈ અને નિયમ અનુસાર ટેક્સ કાપવામાં આવ્યો હતો. એટલે જ વકીલે મામલાને ફગાવી દેવાની માંગ કરી હતી.

વકીલના તમામ દાવાઓ અને દલીલો ઉપરાંત સંતોષ કુમાર એમબી જીતી ગયા. ગ્રાહક કોર્ટે એજન્સીને વધુના ટોલ ટેક્સ વાપસ કરવાની અને તેમણે 8,000 રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો. આવી રીતે 10 રૂપિયાના બદલે સંતોષ કુમારને 8,000 રૂપિયા વળતર મળ્યું હતું પણ આ બધાની પાછળ તેમનો અતૂટ વિશ્વાસ અને મહેનત બંન્ને શામેલ હતા.

Most Popular

To Top