સુરત : રોડ સેફિટી ઓર્થોરિટી (Road Safety Authority) અને રોડ સેફ્ટિ કાઉન્સીલો સીટી અને રૂ૨લ વિસ્તારોમાં નિયમિત બેઠકો છતાં અકસ્માતનાં (Accident) બનાવો વધી રહ્યાં છે. ખેડૂત (Farmer) અને સહકારી આગેવાન દર્શન નાયકે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી, સચિવ, કલેક્ટર, પોલીસ કમિશ્નર અને સુરત આરટીઓને (Surat RTO) પત્ર લખી આક્ષેપ કર્યો છે કે, ટ્રક, ટ્રેલર, ડમ્પર, હાઈવાના ડ્રાઇવિંગ સર્ટિફિકેટ ટ્રેઈનિંગ વિના જ મોટર ડ્રાઇવિંગ ટ્રેઈનિંગ સ્કૂલો આપી રહી છે.
મોટર ડ્રાઇવિંગ ટ્રેઈનિંગ સ્કૂલો પાસે હેવી વાહનો અને તે રાખવાની જગ્યા જ નથી, ત્યારે અરજદાર પાસે મોટી રકમ ખંખેરી સીધા ટ્રેઈનિંગનાં સર્ટિફિકેટ આપવાની ગેરરીતિ ચાલી રહી છે. સુરત શહેર અને જિલ્લામાં હેવી વાહનોથી થઈ રહેલા અકસ્માત અટકાવવા માટે આ પ્રકારની સ્કૂલોમાં ઓડિટ રાખી તપાસ યોજવાની જરૂર છે. વાહનવ્યવહા૨ ખાતુ ટ્રક, ખટારા જેવા હેવી વાહનોના સહિતના ડ્રાઈવરોના પ્રશિક્ષણ માટે મોટર ડ્રાઈવિંગ ટ્રેનિંગ સ્કૂલના નિયમો સમયની માંગ પ્રમાણે ઘડે છે, આમ છતાં માર્ગ અકસ્માતોના આંકડા જોતાં તેમાં પણ કેટલાક ત્રુટિઓ જણાઈ રહી છે, ખાસ કરીને ટ્રક, ટ્રેલર, ડમ્પર, હાઇવા અને બસ જેવા મોટા વાહનોના લાયસન્સ-બેજ માટેના સ્ટાન્ડર્ડ દિવસે-દિવસે સમયની સાથે બદલવામાં આવે છે, પરંતુ સાથે જ આવા વાહનો માટે ડ્રાઈવિંગની સ્કીલ અને અનુભવની જોગવાઈઓ ક૨વામાં આવી છે, પણ એનો અમલ થઈ રહ્યો નથી. આવા ડ્રાઈવરોને માટે તાલીમની પણ જોગવાઈ છે. જેમાં ઓટોમોબાઈલ્સના જાણકાર ટેક્નિકલ એક્ષપર્ટો ડ્રાઈવરોને તાલીમ આપે છે અને તે બદલ તે મતલબનું સર્ટીફીકેટ પણ નિયત ફોર્મ-૫ માં આપવાનું હોય છે, પણ મોટર ડ્રાઈવિંગ ટ્રેઈનિંગ સ્કૂલના સંચાલકો આવા અગાઉના અનુભવના સર્ટીફીકેટો સરકારે નિયત કરેલા અનુભવ આધાર વિના જ સર્ટીફીકેટ ઈસ્યુ કરી દે છે, જે ખરેખર માર્ગ સલામતીથી વિરૂધ્ધ છે, જેને લીધે કેટલાંય નિર્દોષ માણસનો પ્રાણઘાતક અકસ્માતોના ભોગ બને છે. આવા સર્ટીફીકેટો માત્ર અને માત્ર વધુ વધુ નાણાં શોર્ટ કર્ટથી કમાઈ લેવાની લોલુપતાને કારણે આપવામાં આવે છે. જે સમગ્ર માનવજાત સામેનો ગુનો છે. આવી પ્રવૃતિને રોકવાની જરૂર છે.
સુરતમાં ડિંડોલી-ઉધના વિસ્તારમાં આવેલી ડ્રાઈવીંગ ટ્રેનિંગ સ્કુલમાં મોટેભાગે કોઈપણ એક્ષપર્ટ ટ્રેનર રાખવામાં આવતા નથી, તેમની પાસે ટ્રેનિંગ આપવા માટે પર્યાપ્ત જગ્યા પણ નથી. નિયમ અનુસાર મોટેભાગે આધુનિક ટેક્નોલોજીનુ કોઈ વાહન ધરાવતા નથી. જે વાહન ધરાવે છે તે પણ ઘણા જુનાં અને ખખડધજ વાહન છે તેમજ આઉટ સીટીના સ૨નામે નોંધાયેલા વાહન ધરાવે છે, જે માત્રને માત્ર આર.ટી.ઓ. કચેરી પાલ ખાતે ટેસ્ટ માટે રાખવામાં આવે છે.