Entertainment

એ.આર રહેમાનના લાઈવ કોન્સર્ટમાં પોલીસ આવી, સીંગર બેક સ્ટેજ જતા રહ્યાં

મુંબઈ: મહારાષ્ટ્રના (Maharastra) પૂણેમાં (Pune) રવિવારના રોજ એક કોન્સર્ટનું (Concert) આયોજન કરવામાં આવ્યું હતપં. આ કોન્સર્ટમાં એ.આર.રહેમાન (AR Rahman) પોતાના અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે આ વચ્ચે એક જ પોલીસ આવીને આ કોન્સર્ટને બંઘ કરવા માટેનો આદેશ આપ્યો હતો. જેના કારણે એરઆર રહેમાન ચર્ચામાં આવ્યા છે. જો કે તેઓએ આ કોન્સર્ટઅંગેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા પણ પોલીસ શા માટે આવી અને તેઓ પોલીસ આવતાની સાથે જ બેક સ્ટેજ જતા રહ્યા હતા જો કે આ અંગે તેઓ તરફથી કોઈ પ્રતિક્રિયા મળી આવી નથી.

મ્યૂઝિક કંપોઝર અને સિંગર એઆરરહેમાન સમગ્ર વિશ્વમાં પોતાના અવાજના કારણે જાણીતા છે. ત્યારે રવિવારના રોજ મહારાષ્ટ્રના પૂણેમાં તેઓનો એક કોન્સર્ટ હતો જો કે આ કોન્સર્ટની વચ્ચે જ પોલીસ આવી ચઢી હતી અને તેઓના કોન્સર્ટને તરત જ બંધ કરાવા માટે સ્ટેજ પર પહોંચીને બીજા પોલીસ અધિકારીને ઈશારો કર્યો હતો. પોલીસ સ્ટેજ પર આવતાની સાથે જ તેઓ બેક સ્ટેજ જતા રહ્યા હતા તેઓએ આ અંગે ધટના સ્થળ પર કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી. જણાવી દઈએ કે તેઓના કોન્સટ્રમાં તેઓના હજારો ફેન્સ આવ્યા હતા અને તેઓ તેમના સોંગ પર ઝૂમી રહ્યા હતા ત્યારે તે જ સમયે એકાએક પોલીસ આવી ચઢી હતી. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ પાછળનું કારણ પોલીસની પરવાનગી હતી. એઆર રહેમાનના આ કોન્સટ્રના આયોજન કરતા પોલીસ પાસેથી રાતના 10 વાગ્યા પછી પણ આ કોન્સટ્ર ચાલુ રહેશે તેવી કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી. જેના કારણે પોલીસ આવી હતી અને કોન્સટ્રને બંધ કરાવી દીધું હતું.

એ.આર.રહેમાને આ લાઈવ કોન્સર્ટની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે આ તસવીરો સાથે લખ્યું, ‘ગઈ રાત્રે તમને જે પ્રેમ અને ઉત્સાહ મળ્યો તેના માટે આભાર. તે એક અદ્ભુત કોન્સર્ટ હતો. પુણે શાસ્ત્રીય સંગીતનું ઘર છે એમાં કોઈ શંકા નથી. હું ચોક્કસપણે તમારા બધા સાથે ફરી એકવાર ગાવા આવીશ.

Most Popular

To Top