Gujarat

અભિનેત્રી પાયલ રોહતગીએ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી

અમદાવાદ : બોલીવુડ અભિનેત્રી (Bollywood Actress) પાયલ રોહતગીએ અમદાવાદના (Ahmedabad) સેટેલાઈટ વિસ્તારમાં પોતાની વિરુદ્ધમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં (HC) અરજી કરી છે. આ અરજીની હવે પછી સુનાવણી હાથ ધરાશે.

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સુંદર એપીટોન સોસાયટીના ચેરમેનને ધમકી આપવાના મામલે અભિનેત્રી પાયલ રોહતગી વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ હતી. અભિનેત્રી પાયલએ કોર્ટ સમક્ષ માફી માંગી પોતાની વિરૂદ્ધ થયેલી ફરીયાદ રદ કરવા અરજી કરી હતી.

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સુંદર એપીટોન સોસાયટીની એક ગ્રુપ મિટિંગમાં બે વર્ષ પહેલા ચેરમેન સાથે પાયલ રોહતિયે અભદ્ર વર્તન કર્યું હતું અને સોસાયટીના વોટ્સઅપ ગ્રુપમાં અસલી મેસેજ કરી ચેરમેનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી, તેમજ સોસાયટીના બાળકો કમ્પાઉન્ડમાં રમશે, તો ટાંટિયા ભાગી નાખવાની ટ્વિટર પર ધમકી આપી હતી. જેથી સોસાયટીના સભ્ય દ્વારા પાયલ રોહતગી સામે પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

Most Popular

To Top