અમદાવાદ : કુખ્યાત બુટલેગર (Bootlegger) વિજય સિંધી (Vijay Sindhi) સામે ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) જાહેર કરવામાં આવી હતી. હાલમાં વિજય સિંધી દુબઈમાં છે, તેવા સમયે વિજય સિંધીની પત્નીએ રેડ કોર્નર અને પ્રત્યાપર્ણની નોટિસ પરત ખેંચવા ગુજરાત હાઇકોર્ટમાં માંગણી કરી હતી. જેની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ અંગેની આગામી સુનવણી 12મી જૂનના રોજ હાથ ધરાશે.
આ કેસની વિગત એવી છે કે, વડોદરાના કુખ્યાત બુટલેગર વિજય સિંધી સામે સપ્ટેમ્બર 2022માં રેડ કોર્નર નોટિસ ફટકારવામાં આવી હતી. જેને કારણે દુબઈમાં 19 સપ્ટેમ્બર 2022ના રોજ વિજય સિંધીની ધરપકડ થઈ હતી, અને પાંચ અઠવાડિયા જેટલા સમય માટે જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારબાદ 25મી ઓક્ટોબર 2022માં તેને 2 લાખ દીનાર એટલે કે અંદાજે 44 લાખ રૂપિયાના જામીન આપવા પડ્યા હતા. તેમજ પાસપોર્ટ પણ જમા કરાવવો પડ્યો હતો.
સરકાર તરફથી રજૂઆત કરતા એડવોકેટ જણાવ્યું હતું કે, વિજય સિંધી સામે 146 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી 72 જેટલા ગુનાઓમાં તે પોલીસ ચોપડે વોન્ટેડ છે. જ્યારે 74 જેટલા કેસ કોર્ટમાં ટ્રાયલ પેન્ડિંગમાં છે. તેવા સમયે વિજય સિંધીની દુબઈમાં પિટિશન થવી જોઈએ.
બીજી તરફ વિજય સિંઘના એડવોકેટ તરફથી રજૂઆત કરાઈ હતી કે, ડીજી ઓફિસમાંથી રેડ કોર્નર નોટિસની માહિતી રિલીઝ થઈ હતી, તેમાં તેની સામે 38 ગુના નોંધાયેલા જણાવ્યા છે. તો પછી 146 ગુના કેવી રીતે થયા. તેની સામે બધા જ કેસ પ્રોહિબિશનના છે. રેડ કોર્નર નોટિસ ગંભીર ગુનાઓમાં જાહેર થાય છે. હાઇકોર્ટે આ મામલે રાજ્યને કેન્દ્ર સરકારને નોટકારી છે. ગુજરાત હાઇકોર્ટમાં આ સુનાઓની દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિલિપ્ત રોયની સૂચક હાજરી જોવા મળી હતી.