નવી દિલ્હી: ભારત સરકાર વિદેશમાં રહેતા ભારતીયોને યુદ્ધ અને સંકટની સ્થિતિમાં સુરક્ષિત દેશમાં લાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરતી રહી છે. આ પ્રથમવાર નથી જ્યારે સૂદાનમાં ફસાયેલા ભારતીયો માટે વિશેષ ઓપરેશન કરીને તેમને પાછા ભારત લાવવામાં આવી રહ્યા છે. ભારતે આની પહેલા પણ લાખો ભારતીયોને સુરક્ષિત સ્વદેશ લાવવા માટે સફળ ઓપરેશન ર્ક્યા છે.
કુવૈત એરલિફ્ટ: વર્ષ 1990માં ખાડી યુદ્ધ ચાલી રહ્યું હતું. ઈરાકે કુવૈત પર હુમલો ર્ક્યો હતો, ત્યારે દુનિયાનું સૌથી મોટું દેશના વતનીઓને સુરક્ષિત બહાર કાઢવા માટે ભારતે ઓપરેશન ચલાવ્યું હતું. 1.70 લાખ ભારતીયોને કુવૈતથી ભારત પાછા લાવવામાં આવ્યા હતા. તેના માટે એર ઈન્ડિયાના વિમાનોએ સતત 2 મહિનાથી વધુ સમય સુધી 500 થી વધુ ઉડાન ભરી હતી. આ રેસ્ક્યુ મિશન માટે એર ઈન્ડિયાના નામે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ છે. આ સૌથી મોટું હવાઈ ઈવેક્યૂએશન મિશન હતું.
ઓપરેશન સુકૂન: ઈઝરાયેલ અને લેબનાનની વચ્ચે વર્ષ 2006માં યુદ્ધ થયું હતું. ભારત સરકારે બંન્ને દેશોમાંથી પોતાના નાગરિકો માટે ઓપરેશન સુકૂન ઉર્ફ બેરૂત સીલિફ્ટ ચલાવ્યું. આ સૌથી મોટું નૌસૈનિક રેસ્ક્યૂ મિશન હતું. ભારતીય નૌસેનાએ 1764 ભારતીય, 112 શ્રીલંકાના, 64 નેપાલી અને ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ચૂકેલા 7 લેબનાની નાગરિકોનો પણ રેસ્ક્યૂ ર્ક્યો હતો. કુલ મળીને 2280 લોકોને સુરક્ષિત તેમના દેશ પહોંચાડ્યા હતા.
ઓપરેશન સેફ હોમકમિંગ: વર્ષ 2011માં લીબિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધથી બચીને ભાગી રહેલા ભારતીયોને બચાવવા માટે ભારત સરકારે આ મિશન ચલાવ્યું હતું. તેમાં ભારતીય નૌસેના અને એર ઈન્ડિયાએ મળીને ભાગ લીધો હતો. સમુદ્રી અને હવાઈ માર્ગે 15,400 ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તેમણે સુરક્ષિત ઘરે પાછા લાવવામાં આવ્યા હતા.
ઓપરેશન સમુદ્ર સેતુ: વર્ષ 2020ની વાત છે. કોવિડ-19 ફેલાઈ ચૂક્યું હતું. પૂરી દુનિયામાં તબાહી મચી હતી. ત્યારે ભારત સરકાર અને ભારતીય નૌસેનાએ 3992 ભારતીયોને તેમના ઘરે સુરક્ષિત પહોંચાડ્યા હતા. આમાં નૌસેના INS જલાશ્વ લૈડિંગ પ્લેટફોર્મ ડોક, INS એરાવત, શાર્દૂલ અને લૈડિંગ શિપ ટૈંક્સ શામેલ હતા.
વંદે ભારત મિશન: 2021માં ભારતે કોવિડના કારણે વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીયોને રિટર્ન લાવવા માટે અભિયાન શરૂ ર્ક્યુ હતું. આ લાંબા ઓપરેશનમાં 60 લાખ લોકોને પાછા ભારત લાવવામાં આવ્યા હતા. 18,79,968 લોકો એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનોથી આવ્યા હતા. 36,92,216 ચાર્ટડ પ્લેન્સના માધ્યમથી આવ્યા હતા. આ ઉપરાંત 3987 લોકોને નૌસેનાના જહાજથી અને 5 લાખથી વધુ લોકોને જમીની બોર્ડર પાર કરીને લાવવામાં આવ્યા હતા.
ઓપરેશન દેવી શક્તિ: વર્ષ 2021માં ભારતીય વાયુસેનાએ કાબુલ એરપોર્ટથી ભારતીયોને બહાર કાઢ્યું હતું. હજારો લોકો અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકાર અને તેમના ર્દુવ્યવહારથી ત્રસ્ત હતા. ત્યારે ભારતીય સેનાએ 669 લોકોને બચાવ્યા હતા. તેમાં 448 ભારતીય નાગરિક પણ શામેલ હતા. તેમણે અફગાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
ઓપરેશન ગંગા: વર્ષ 2022માં રશિયાએ યુક્રેન પર હુમલો ર્ક્યો હતો. યુક્રેનમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી અને નાગરિક ફસાયેલા હતા, ત્યારે ભારત સરકારે ઓપરેશન ગંગાની શરૂઆત કરી અને 80 ઉડાનોના માધ્યમથી ચુક્રેનના જુદા-જુદા ભાગોમાંથી 17 હજાર ભારતીયોને બહાર કાઢ્યા હતા.