ઉત્તર દિનાજપુર: રેપ (Rape) અને મર્ડરની (Murder) ઘટના દિન પ્રતિદિન વધતી જઈ રહી છે જે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે હવે બંગાળમાંથી (Bangal) એક એવી ઘટના સામે આવી જે તમારા રુંવાડા ઉભા કરી દે. એક લાશ (Deadbody) સાથે પોલીસકર્મીઓ (Police) આવું પણ કરી શકે તે સાંભળીને તમે પણ ચોંકી જશો. તેમજ આ મામલે રાજકારણ પણ ગરમાયું છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુર જિલ્લામાં એક દલિત સગીરા સાથે બળાત્કાર પછી તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસને આ અંગે જાણકારી મળતા તેઓ લાશ લેવા માટે ગયા હતા તે જ સમયે ગામના એક ટોળાએ તેઓની ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ છોડયા હતા તેમજ લાઠીચાર્જ પણ કર્યો હતો. જાણકારી મળી આવી છે કે NCPCRના અધ્યક્ષે પોલીસ પર મૃતદેહનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
પોલીસ પાસેથી જાણકારી મળી આવી છે કે યુવતી ગુમ થઈ ગઈ હતી, પરંતુ તેના પરિવારે ફરિયાદ નોંધાવી ન હતી. અને થોડાં દિવસમાં યુનતીનું શબ નહેરમાં તરતું દેખાયું હતું.પોલીસ આ લાશ ગઈ તો ટોળાઓએ તેઓ ઉપર પથ્થરમારો કર્યો હતો. યુવતીની લાશનું પોસ્ટમોટમ કરતા તેણે કોઈ ઝેરી પદાર્થ ખાધું હોવાની જાણ થઈ હતી. આ ધટનામાં પોલીસે 20 વર્ષીય એક યુવકની ધરપકડ કરી છે. તેની પૂછપરછ કરતા જાણ થઈ હતી કે તે અને યુવતી એકબીજાને ઓળખતા હતા. લાઠીચાર્જ વખતે પોલીસ કાર્યવાહીમાં ત્રણ લોકો ઘાયલ થયા છે અને તેમને રાયગંજ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ મામલો રાજકરણમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ ધટનાને લઈને બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું છે કે આ ગુનાના પુરાવાઓને ભૂંસવા માટે પોલીસે આ કાવતરું ઘડયું છે. આ ઉપરાંત તેમણે લખ્યું કે આવી ઉતાવળ તારે જ જોવા મળે છે જયારે ઉદ્દેશ્ય પુરાવાનો નાશ કરવાનો અથવા નબળો પાડવાનો અને ગુનો ઢાંકવાનો હોય. આ સામે રાજ્યના મહિલા અને બાળવિકાસ અને સમાજ કલ્યાણ મંત્રી ડો.શશી પંજાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપના નેતાઓ જનતાને ભ્રમિત કરીને ઉશ્કેરવા માગે છે.