નવી દિલ્હી: પીએમ (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) 25 એપ્રિલે કેરળને વોટર મેટ્રોની ભેટ આપશે. પીએમ મોદી રાષ્ટ્રને પ્રથમ વોટર મેટ્રો આપશે. ઘણા લાંબા સમયથી આ વોટર મેટ્રોની રાહ જોવાઈ રહી હતી. વોટર મેટ્રો રેલવે (Metro Rail) ટ્રેકના પાટા પર નહીં પણ પાણી પર દોડશે. મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ માટે 23 વોટર બોટ્સ અને 14 ટર્મિનલ રહેશે જેમાંથી 4 ટર્મિનલ પૂર્ણ રીતે શરૂ કરવામાં આવી ચૂક્યા છે. ભારત જ નહીં પણ સમગ્ર એશિયામાં પહેલી વાર વોટર મેટ્રો શરૂ કરવામાં આવી રહી છે.
વોટર મેટ્રો અંગે રવિવારે ઓફિશિયલ રીતે માહિતી આપતા કહેવામાં આવ્યું છે કે આ સેવાની શરૂઆત થવાના કારણે શહેરના લોકોને પરિવહન કરવામાં સરળતા રહેશે. વોટર મેટ્રો કોચ્ચિ જેવા શહેર માટે ખૂબ ઉપયોગી બનશે. આ યાત્રા સરળતાની સાથે જ ઓછા ખર્ચમાં માસ રૈપિડ ટ્રાન્જિટ સિસ્ટમ સાબિત થશે. આ કોચ્ચિ અને તેના આજુબાજુના 10 દ્વીપોને જોડતી કેરળની મહત્વાકાંક્ષી પરિયોજના છે.
કોચ્ચિ કેરળમાં સૌથી વધુ વસ્તી ધરાવતાં જિલ્લાઓમાંથી એક છે અને આવી રીતે પરિવહનની ભીડને ઓછી કરવા માટે અને કોચ્ચિ ઝીલના કિનારે સરળતાથી પહોંચવા માટે પરિવહનના નવા વિકલ્પની શરૂઆત કરવામાં આવી રહી છે. વોટર મેટ્રો પરિયોજના 78 કિલોમીટર સુધી ફેલાયેલી છે અને 15 માર્ગોથી પસાર થઈને જશે. કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ‘કોચ્ચિ વોટર મેટ્રો’ ને રાજ્યની ‘મહત્વાકાંક્ષી પરિયોજના’ જાહેર કરી છે જે બંદર શહેર કોચ્ચિના વિકાસ અને વૃદ્ધિને ગતિ આપશે.
મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલે અહીં એક કાર્યક્રમમાં કોચ્ચિ વોટર મેટ્રો (KWM) સેવાની શરૂઆત કરશે. વિજયને ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે, કોચ્ચિમાં 1,136.83 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાપિત પ્રમુખ પરિયોજનાની શરૂઆતની સાથે જ વામ લોકતાંત્રિક મોર્ચા (LDF) સરકાર દ્વારા રાજ્યના લોકોને આપવામાં આવેલ અન્ય એક આશ્વાસન પૂર્ણ થવા જઈ રહ્યું છે.
કોચ્ચિ મેટ્રો અને વોટર મેટ્રોમાં એક જ કાર્ડ
ખાસ વાત આ છે કે, કોચ્ચિ મેટ્રો અને વોટર મેટ્રો બંન્નેમાં એક જ કાર્ડના માધ્યમથી પ્રવાસ કરી શકાશે. આના માટે પ્રવાસીઓને કોચ્ચિ-1 કાર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. સાથે જ તેઓ ડિજિટલ રીતે પણ ટિકિટ બુક કરાવી શકશે. એક વાર પ્રવાસ કરવા માટે ટિકિટની સાથે જ વોટર મેટ્રોમાં સાપ્તાહિક, માસિક અને ત્રણ મહિનાના પાસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.