Gujarat

હર્ષ સંઘવી સીઆર પાટીલના પહેલા ખોળાના છે, કોંગ્રેસના જગદીશ ઠાકોરનું વિવાદી નિવેદન

ગાંધીનગર: મોડાસામાં (Modasa) કોંગ્રેસની (Congress) કારોબારીમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ (BJP) આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. જેના પગલે ભાજપ અને કોંગ્રેસ હવે આમને સામને આવી ગયા છે.

જગદીશ ઠાકોરે કોંગ્રેસની કારોબારીમાં કહ્યું હતું કે , સુરતમાં રાહુલ ગાંધી સામે કેસ થવાનું કારણ સી આર પાટીલ અને હર્ષ સંઘવી છે. કોઈ પણ જગ્યાએ પોલીસ ફરિયાદ ન થઇ એટલે સુરત ખાતે ફરિયાદ કરવામાં આવી અને રાહુલ ગાંધીને પરેશાન કરવામાં આવ્યા. સાથે જ જગદીશ ઠાકોર બોલ્યા કે ‘સીઆર પાટિલના પહેલા ખોળાના હર્ષ સંઘવી છે’. ઠાકોરે મોડાસામાં લોકસભાની ચૂંટણીની રણનીતિ માટે કારોબારીની બેઠક યોજી હતી. જેમાં ઠાકોરના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. વિધાનસભામાં કોગીના નેતા અમીત ચાવડા પણ આ બેઠક હાજર રહ્યા હતા.

Most Popular

To Top