SURAT

માનસિક અસ્થિર પુત્રીને ખુદ પિતાએ જ પાંચ વર્ષ સાંકળથી બાંધી રાખી!

દાહોદ: હેવાન બનેલા પિતાએ માનસિક રીતે અસ્થિર (Mentally unstable daughter) અને પોતાની 35 વર્ષની પુત્રીને છેલ્લા પાંચ વર્ષથી સાંકળથી બાંધી દીધી હતી. આ યુવતીને આખરે બાયડની સામાજિક સંસ્થા પોતાના ત્યાં લઇ ગઈ હતી. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બાવકા ગામ તળ ફળીયામાં ફિલ્મી કથાનક જેવી આ સમગ્ર ઘટનામાં બેડીએ બંધાયેલી યુવતીને સામાજિક સંસ્થાની એમ્બયુલેન્સ લેવા આવી ત્યારે ભારે લોકટોળાં ઉમટ્યા હતા. ગ્રામજનોના આક્ષેપો હતા કે યુવતી અગાઉ ભારે તોફાન કરતી હતી અને ઉત્પાત મચાવવાની સાથે લોકોને પથ્થરો મારતી હતી પરંતુ જ્યારે તેને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી ત્યારે તે શાંત બેઠેલી હતી. પગની બેડીએ બંધાયેલી નિર્વસ્ત્ર જણાતી આ યુવતીની બેડીઓ સાંકળો કાપવામાં આવી ત્યારે હૃદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

બાવકાના લોકોનું અને યુવતીના માતા-પિતાના મુખે આ યુવતીની જીવન કવન વિશેની સિલસિલાબંધ વિગત એવી છે કે, દાહોદ નજીક ગરબાડા તાલુકાના બાવકા ગામના તળ ફળીયામાં રહેતા ભાવસિંગભાઈ બામણીયાની પત્ની તેમજ એક પુત્રી સંગીતા તેમજ તેમનો પુત્ર કુલ ચાર લોકોનો પરિવાર હતો. તેમનો પુત્ર રાજકોટમાં ખેતરમાં મજૂરી કામ કરે છે. જ્યારે તેમની પત્નીને શ્વાસ અને અન્ય બીમારીઓ હોવાથી તેઓ લાંબા સમયથી પથારીવશ છે. પુત્રી સંગીતા 15 વર્ષ અગાઉ ધોરણ 12 માં સાયન્સમાં 68% સાથે પાસ થઈ હતી. નર્સ બનવાની ચાહના ધરાવતી આ સંગીતાએ નર્સિંગનું ફોર્મ ભર્યું હતું. તેના માટે આવકના દાખલાની જરૂર હોય તેના પપ્પા ભાવસિંહભાઈએ એક અઠવાડિયા સુધી ધક્કા ખાઈ આવકનો દાખલો મેળવ્યો હતો. પરંતુ નર્સિંગ કોલેજમાં જવાનું હતું તેના એક દિવસ અગાઉ જ અગમ્ય કારણોસર સંગીતાએ તેનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. જેને પગલે તેના માતા પિતા તેમજ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સંગીતાની પહેલા દવાખાને સારવાર કરાવી હતી પરંતુ કોઈ જ ફરક પડ્યો નહોતો. બીજી તરફ માતા પથારીવશ થતાં અને પિતા સંગીતાની સંભાળ રાખવા માટે અસમર્થ બનતાં સંગીતા તોફાની બની ગઈ હતી અને લોકોને પથ્થર મારતી રહેતા આખરે તેના પિતાએ તેને ઘર નજીક ઢોર બાંધવાના પતરાના શેડના નીચે બેડીઓથી બાંધી દીધી હતી. અને છેલ્લા પાંચ વર્ષથી આ સંગીતા બેડિયોમાં બંધાયેલી હાલતમાં પોતાનું જીવન વ્યતીત કરી રહી હતી.

જોકે તેની આ પરિસ્થિતિની જાણ દાહોદની એક સામાજિક કાર્યકર સંધ્યાબેનને થતા તેઓએ સંગીતાબેનના માતા પિતાનો સંપર્ક કરી તેઓની પરિસ્થિતિ જાણી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં કાર્યરત જય અંબે મંદબુદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ નામક સંસ્થાના વડા અશોક જૈનનો સંપર્ક કરી સમગ્ર બનાવથી વાકેફ કર્યા હતા ત્યારબાદ સંસ્થાએ આ અસ્થિર મગજની સંગીતાનો સમગ્ર સારવારની જવાબદારી ઉપાડવા માટે તૈયાર થતા દાહોદની સામાજિક કાર્યકર સંધ્યાબેનને તેમના પરિવારજનોને મનાવ્યા હતા. અને આખરે આજે બાયડની આ સંસ્થાના કર્મચારીઓ એમ્બ્યુલન્સ સાથે દાહોદ આવ્યા હતા. જ્યાં સ્થાનિક પોલીસની મદદથી સંગીતાબેનને બેડીઓમાંથી મુક્ત કરી સંસ્થા દ્વારા કપડા પહેરાવવામાં આવ્યા હતા. સંસ્થાના જણાવ્યા મુજબ આ યુવતીને પણ યોગ્ય સારવાર આપવામાં આવશે અને તે સ્વસ્થ થઈ જશે તો તેને પુનઃસ્થાપન કરવામાં આવશે તેમ પણ આ સંસ્થાના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને આ અસ્થિર મગજની યુવતીને એમ્બ્યુલન્સમાં બેસાડી બાયડ ખાતે જવા રવાના થયા હતા.

પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે બાંધી રાખવી પડી
સાંકળો ખોલીને સારવાર માટે બાયડ ખાતે લઈ જવાયેલી આ યુવતીના માતા પિતાએ પોતાના કાળજે મસમોટો પથ્થર મૂકી સારવાર ન કરાવી શક્યાની દુઃખ વ્યક્ત કર્યું હતું. અને શા માટે તેને બેડીયે બાંધવી પડી હોવાનું કારણ દર્શાવતા સોં કોઈ ચોકી ઉઠ્યા હતા. તેઓએ ગામના જ વ્યક્તિને અને સામાજિક સંસ્થાના કર્મચારીઓ જોડે ચર્ચા દરમિયાન પોતાની દીકરીની આવી હાલત સામાજિક રીતે રિવાજો ના કારણે કરવી પડી હોવાનું જણાવ્યું હતું. યુવતીના પિતાએ પોતાની નબળી આર્થિક સ્થિતિને કારણે મોટા દવાખાને ન જવાનું હોવાનું જણાવી જો આ જો આ યુવતી ઉત્પાત મચાવી છૂટા પથ્થરો મારતી હતી. જો કોઈ ગ્રામજન કે ફળિયાના વ્યક્તિને પથ્થર વાગી જાય અને તે જાન ખોઈ બેસે તો તેમના રીતે રિવાજો મુજબ ભીંડામાં મસમોટી રકમ આપવી પડતી હોવાનું જણાવી અને તે માટે તે સક્ષમ ન હોય યુવતીને સાંકળે બાંધી હોવાનું અશ્રુધારા વહેડાવી હતી.

Most Popular

To Top