Sports

આજે લખનઉ સામેની મેચમાં માર્કરમની વાપસી સાથે સનરાઇઝર્સ મજબૂત દેખાવ કરવા માગશે

લખનઉ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023ની (IPL 2023) પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કર્યા પછી, સનરાઈઝર્સ હૈદરાબાદની (Sunrisers Hyderabad) ટીમ નવા કેપ્ટન એડન માર્કરમના નેતૃત્વમાં લખનૌ સુપર જાયન્ટ્સનો (Lucknow Super Giants) સામનો કરવા માટે તૈયાર છે. માર્કરામની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમારે રાજસ્થાન રોયલ્સ સામે કેપ્ટનશીપ કરી હતી પરંતુ ટીમને 72 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે તેના કેપ્ટનની સાથે જ માર્કો યાન્સેન અને હેનરિક ક્લાસેન ટીમ સાથે જોડાવાના કારણે તેમને નવી તાકાત મળી છે. જો આ ત્રણેયને એકસાથે ટીમમાં સામેલ કરાશે તો ચોથા વિદેશી ખેલાડી તરીકે હેરી બ્રુક, ગ્લેન ફિલિપ્સ, આદિલ રશીદ અને ફઝલહક ફારૂકીમાંથી કોનો સમાવેશ કરવો તેની વિમાસણ તેમને નડશે.

  • એડન માર્કરમની સાથે જ માર્કો યાન્સેન અને હેનરિક ક્લાસેન ટીમ સાથે જોડાતા સનરાઇઝર્સને હવે નવી તાકાત મળશે
  • માર્કરમ અને ક્લાસેન બેટીંગ વિભાગને તો યાન્સેન બોલિંગ વિભાગને મજબૂતાઇ બક્ષશે, ચોથો વિદેશી ખેલાડી કોણ હશે તેના પર વિમાસણ

આ સિઝનમાં સારો દેખાવ કરવા માટે તેઓ માર્કરમના નેતૃત્વ કૌશલ્ય પર ઘણો આધાર રાખશે. બ્રાયન લારાના કોચીંગ હેઠળની સનરાઇઝર્સે હવે ખાસ કરીને પાવર પ્લેમાં સારું પ્રદર્શન કરવું પડશે. માર્કરમના આગમનથી તેમની બેટિંગ મજબૂત થઈ છે જ્યારે યાન્સેન તેમની બોલિંગને વધુ ધારદાર બનાવી શકે છે. છેલ્લી મેચમાં ટી નટરાજન સિવાય તેનો કોઈ બોલર સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકીએ બે વિકેટ લીધી હતી પરંતુ તેના માટે 41 રન આપ્યા હતા. ભુવનેશ્વર કુમાર અનુભવી હોવા છતાં પ્રભાવિત કરી શક્યો નહીં જ્યારે ઉમરાન મલિક મોંઘો સાબિત થયો હતો. વોશિંગ્ટન સુંદર અને આદિલ રાશિદ પણ સ્પિન વિભાગમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

Most Popular

To Top