ગાંધીનગર: આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં રાજયની 17 જેલોમાં (Jail) 1700 જેટલી પોલીસ (Police) દ્વારા તાજેતરમાં પાડવામાં આવેલા દરોડા (Raid) પાડવાનો મુદ્દો ચર્ચાયો હતો. જેના પગલે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ કહયું હતું કે રાજયની મોટી જેલોમાં મોબાઈલ (Mobile) ફોનનો ઉપયોગ અટકાવવા માટે હવે સરકાર હાઈ ટેકનોલોજીના 5જી મોબાઈલ જામર લગાવવાની છે, જેના પગલે જેલની અંદર હવે મોબાઈલ ફોનનો ઉપયોગ માફિયાઓ કરી શકશે નહીં.
સંઘવીએ કહયું હતું કે જેલોની અંદર કાયદાનું નિયમ આધારિત સંચાલન થાય તે હેતુથી દરોડા પાડવામા આવ્યા હતા. જો કે સમયાંતરે રેન્જ આઈજી ,તેમજ પોલીસ કમિશ્નરોનો સાથે રાખીને નિયમિત રીતે સરપ્રાઈઝ ચેકિંગ કરાશે, આ ઝુંબેશ થવાની જ નથી. જેથી કરીને જેલોની અંદર ગેરકાયદે પ્રવૃત્તિ થતી રોકી શકાશે. જેલોમાં દરોડાના મામલે ભાજપના સીનીયર સભ્ય પંકજ દેસાઈએ સરકારના નિવેદનની માંગણી કરી હતી.જેના જવાબમાં હર્ષં સંઘવીએ કહયું હતું કે, 17 જેલોની અંદર સર્ચ ઓપરેશન દરમ્યાન 16 મોબાઈલ ફોન, 10 ઈલેકટ્રીક ચીજવસ્તુઓ, 39 ધાતક હથિયારો સહિતનો સામાન તેમજ 3 જેલોની અંદરથી ડ્રગ્સ પણ મળી આવ્યુ છે. આ ગેરકાયદે ચીજવસ્તુઓ મળી આવવાના કિસ્સામાં જવાબદાર જેલ અધિકારીઓ તથા પોલીસ કર્મીઓની સામે પગલા લેવાશે એટલું જ નહીં તેઓની સામે ખાતાકિય તપાસ પણ હાથ ધરાશે. આ તપાસ જે તે જિલ્લાના કે શહેરના એસઓજી પોઈને તપાસ સોંપવા આદેશ કરાયો છે. 17માંથી 5 જેલો એવી છે કે તેમાંથી કાંઈ પણ ગેરકાયદે ચીજવસ્તુઓ મળી જ નથી.