Gujarat

કમોસમી વરસાદના પગલે ખેડૂતોન થયેલા નુકસાન સામે વળતર અપાશે – રાઘવજી પટેલ

ગાંધીનગર: રાજયમાં તાજેતરમાં માર્ચ મહિના દરમ્યાન થયેલા માવઠાને (Mavtha) પગલે ખેડૂતોના (Farmer) વિવિધ પાકોને નુકસાન થયુ હોવાની વિગતો સરકારને મળી છે. જેના પગલે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવનાર છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતોને 33 ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં પ્રતિ હેકટર બિન પિયત વાવેતર વિસ્તારમાં રૂા. 6800, પ્રતિ હેકટર પિયત વાવેતર વિસ્તારની મર્યાદામાં રૂા. 13,500 , પ્રતિ હેટકર બારમાસી પાક માટે રૂા.18,000 સહાય ચૂકવાશે. તેવી જ રીતે નાના અને સીમાંત ખેડૂતો સિવાયના ખેડૂતોના કિસ્સામાં 33 ટકા નુકસાન થયુ હોય તો પ્રતિ હેકટર બિન પિયત વાવેતર વિસ્તારમાં રૂા. 6800 , પ્રતિ હેકટર પિયત વાવેતર વિસ્તારની મર્યાદામા રૂા. 13,500 , પ્રતિ હેટકર બારમાસી પાક માટે રૂા.18,000 સહાય ચૂકવાશે.

ભાજપના સીનીયર સભ્ય જીતુ વાઘાણીએ માવઠાને કારણે ખેડૂતોને થયેલા નુકસાનના સંદર્ભમા સરકારના નિવેદનની માંગણી કરી હતી. જેના જવાબમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહયું હતું કે , તા.૦૪/૦૩/ ૨૦૨૩ થી તા.૦૯/૦૩/૨૦૨૩ સુધી રાજ્યમાં ૨૭ જિલ્લાના ૧૦૭ તાલુકામાં નોંધાયેલ હતો. ત્યારબાદ બીજા તબક્કામાં તા.૧૪/૦૩/૨૦૨૩ થી તા.૨૪/૦૩/૨૦૨૩ સુધીમાં ૩૧ જિલ્લાના ૧૭૧ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયેલ છે. બન્ને તબ્ક્કા દરમીયાન કુલ ૨૪ જિલ્લાના ૭૦ તાલુકાઓમાં ૧૦ મી.મી. થી વધુ વરસાદ નોંધાયેલ છે. હાલના તબક્કે જુનાગઢ , અમરેલી, કચ્છ, પાટણ ,સાબરકાંઠા, અમદાવાદ , તાપી , રાજકોટ , બનાસકાંઠા, અરવલ્લી ,સુરત , બોટાદ , ડાંગ , વલસાડ , નવસારી , અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં વિગતવાર સર્વેની કામગીરી ચાલી રહી છે.

Most Popular

To Top