સુરત: સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન (SCL) આયોજિત સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ગુજરાતમિત્ર (GujaratMitra) સહિતનાં સહિયારા પ્રયાસો થકી IPLની તર્જ પર રમાઈ રહેલી સુરત ક્રિકેટ લીગની તા.22/03/2023 નાં રોજ સાંજે 7 કલાકે શરૂ થયેલી પટેલ સ્પોર્ટ્સ એસોસિએશન વિરુદ્ધ બલ્યુ વોરિયર્સની મેચમાં પટેલ સ્પોર્ટ્સએ ટોસ જીતી 20 ઓવરમાં 6 વિકેટે 181 રન બનાવ્યાં હતાં.
એનો પીછો કરતાં બ્લ્યુ વોરિયર્સની ટીમવ18.1 ઓવરમાં 125 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.પટેલ સ્પોર્ટ્સ એસોસિએશને આ મેચમાં 56 રને ભવ્ય વિજય મેળવ્યો હતો.ગુજરાતના રણજી ખેલાડી ચિરાગ ગાંધી આ મેચમાં ઝળકયો હતો.એણે 46 બોલમાં 83 રન કર્યા હતાં. બીજી તરફ સ્મિત પટેલે 3 વિકેટ સાથે 46 બોલમાં 51 રન કર્યા હતાં. સ્મિત પટેલે એક પછી એક 3 મેચોમાં ત્રણ ફિફટી ફટકારી છે. મેન ઓફ ધ મેચ ચિરાગ ગાંધી રહ્યાં હતાં.આજે ગુરુવારે ટુર્નામેન્ટનો વિરામનો દિવસ હતો.
સુરત ક્રિકેટ લીગની સુરત સ્ટ્રાઈકર વિરુદ્ધની મેચમાં સુરત ઓલ સ્ટારનો 3 રને વિજય
સુરત: સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન (Surat District Cricket Association) આયોજિત સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ગુજરાતમિત્ર (GujaratMitra) સહિતનાં સહિયારા પ્રયાસો થકી IPLની તર્જ પર રમાઈ રહેલી સુરત ક્રિકેટ લીગની 21 માર્ચે બપોરે 3 કલાકે યોજાયેલી CAS X શ્રી સ્પોર્ટ્સ વિરુદ્ધ સુરત ટાઈટન્સની મેચમાં સુરત ટાઈટન્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 153 રન કર્યા હતાં. એનો પીછો કરતાં CAS X શ્રી સ્પોર્ટ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 136 રન જ બનાવી શકી હતી.
સુરત ટાઈટન્સે 17 રને જીત મેળવી હતી. યશ દેસાઇએ 30 બોલમાં 43 રન કરી મેન ઓફ ધ મેચ નો ખિતાબ જીત્યો હતો. 22 માર્ચે સુરત ઓલ સ્ટાર વિરુદ્ધ સુરત સ્ટ્રાઈકરની મેચમાં સુરત ઓલ સ્ટારે ટોસ જીતી 20 ઓવરમાં 6 વિકેટે126 રન કર્યા હતાં. એના ઉત્તરમાં સુરત સ્ટ્રાઈકરની ટીમ 19.3 ઓવરમાં 123 રનમાં ઓલ આઉટ થઈ જતાં રસાકસી ભર્યા આ જંગમાં સુરત ઓલ સ્ટાર ટીમનો 3 રને પાતળી સરસાઈથી વિજય થયો હતો. મેન ઓફ ધ મેચ રહેલા યુવરાજ સિંહે 4 ઓવરમાં 16 રન આપી 4 વિકેટ ઝડપી હતી.
સુરત ક્રિકેટ લીગમાં દમણના ઉમંગ ટંડેલે 38 બોલમાં 90 રન ફટકાર્યા
સુરત: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ગુજરાતમિત્ર સહિતના સહિયારા પ્રયાસો થકી IPLની તર્જ પર રમાઈ રહેલી સુરત ક્રિકેટ લોગની 20 માર્ચ રાતે 7:30 કલાકે યોજાયેલી CAS શ્રી સ્પોર્ટ્સ વિરુદ્ધ સુરત સ્ટ્રાઇકરની મૂળ દમણના ખેલાડી ઉમંગ ટંડેલે 38 બોલમાં 90 રન ફટકારી ટુર્નામેન્ટનો વ્યક્તિગત સૌથી મોટો સ્કોર કર્યો હતો.
સુરત સ્ટ્રાઇકરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 171 રન કર્યા હતા. CAS શ્રી સ્પોર્ટ્સની ટીમે 16.5 ઓવરમાં જ 4 વિકેટ ગુમાવી રન ચેસ કરી 172 રન બનાવી વિજય મેળવ્યો હતો. ઉમંગ પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આજે 21 માર્ચે 3:15 કલાકે સુરત ટાઈટન્સ વિરુદ્ધ શ્રી સ્પોર્ટ્સ વચ્ચેની મેચમાં સુરત ટાઈટન્સે 20 ઓવરમાં 9 વિકેટે 153 રન બનાવ્યા હતા. પણ શ્રી સ્પોર્ટ્સ 20 ઓવરમાં 9 વિકેટે 136 રન જ કરી શક્યું હતું. સુરત ટાઈટન્સે 17 રનથી આ મેચ જીતી હતી. મેન ઓફ ધ મેચ યશ દેસાઈએ 30 બોલમાં 43 રન કર્યા હતા.
પાર્થ ટેક્સે સુરત ટાઇટન્સને અને ડુમસ કલબે પટેલ સ્પોર્ટ્સને હરાવ્યું
આ અગાઉ સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન આયોજિત, સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ‘ગુજરાતમિત્ર’નાં સહિયારા પ્રયાસોથી ચાલી રહેલી સુરત ક્રિકેટ લીગની શનિવારે રાતે રમાયેલી ટુર્નામેન્ટની બીજી મેચમાં પાર્થ ટેક્સએ સુરત ટાઇટન્સને 6 વિકેટે પરાજય આપ્યો હતો.
સુરત ટાઇટન્સે ટોસ જીતી બેટિંગ લેવાનો નિર્ણય લઇ 20 ઓવરમાં 127 રન બનાવ્યા હતાં. આ સ્કોરનો પીછો કરતાં પાર્થ ટેક્સની ટીમે 17 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 128 રન કર્યા હતા. આ મેચના મેન ઓફ ધ મેચ રહેલાં રોનીત પટેલે 62 બોલમાં 77 રન કર્યા હતાં. આજે સોમવારે પ્રથમ મેચમાં ડુમસ ક્રિકેટ ક્લબ સામે પટેલ સ્પોર્ટ્સ એસોસિએશને ટોસ જીતી 20 ઓવરમાં 6 વિકેટે 163 રન કર્યા હતાં. એનો પીછો કરતાં ડુમસ ક્રિકેટ કલબે 19.4 ઓવરમાં 166 રન કરી વિજય મેળવ્યો હતો. પ્રિયેશ પટેલે માત્ર 41 બોલમાં 62 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. મેન ઓફ ધ મેચ રહેલા પ્રિયેશ પટેલને સુરત પીપલ્સ બેંકના એમડી.ડો. જતીન નાયકનાં હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું.