ગાંધીનગર: છેલ્લા બે વર્ષમાં રાજ્યના ૩૦ જિલ્લાઓ પૈકી માત્ર ૨૧ જિલ્લાઓમાં ખાદ્યાન્ન ૧૫૫ દરોડાઓ (Raid) પાડવામાં આવ્યા છે, આ દરોડાઓમાં ઘઉં, ચોખા અને તુવેરદાળનો ૬,૯૨,૨૨૫ કિ.ગ્રા. અનાજનો (Grains) રૂ.૧,૯૦,૬૪,૯૫૨ની કિંમતનો જથ્થો રાજ્યસાત કરવામાં આવેલ. જ્યારે રાજ્યના ૯ જિલ્લાઓમાં એક પણ વખત દરોડાઓ પાડવામાં આવ્યા નથી. બે વર્ષમાં રાજ્યમાં ૧૫૫ દરોડાઓ એટલે કે સરેરાશ પાંચ દિવસે માત્ર એકવાર દરોડા પાડવાની કામગીરી થાય છે. વિધાનસભામાં ગેરકાદેસર સંગ્રહ કરેલ ખાદ્યાન્ન અને ખાદ્યતેલ અંગે દરોડા અંગે કોંગ્રેસના (Congress) સભ્યોના પ્રશ્નોના સંકલિત જવાબમાં નાગિરક પુરવઠા મંત્રીએ ઉપરોકત્ત માહિતી આપી હતી.
ગૃહની બહાર કોંગીના સભ્યોએ આરોપ મૂકયો હતો કે બે વર્ષમાં રાજ્યમાં ખાદ્યતેલના ભાવો રેકર્ડબ્રેક પહોંચેલા તેમછતાં બે વર્ષમાં તેલ મીલરો અને તેલીયા રાજાઓનો ભંડારો/ગોડાઉનમાં કેટલો જથ્થો ગેરકાયદેસર સંગ્રહ કર્યો છે તે ચેક કરવાની તસ્દી નાગરીક પુરવઠા વિભાગનું વહીવટી તંત્ર લેતું નથી. તેલીયા રાજાઓ તેલનો ભાવ ઓછો હોય ત્યારે સંગ્રહ કરીને ભાવો ઉચકાઈ ત્યારે બજારમાં વેચતા હોય છે તેમ છતાં તંત્ર નિદ્વાધિન રહે છે.
ટાટા પાવરને સરકારે 6788 કરોડની રકમ વીજ ખરીદી પેટે ચૂકવ્યા
રાજ્ય સરકાર દ્વારા કોસ્ટલ ગુજરાત પાવર લિ. (ટાટા પાવર) સાથે તા.૨૨-૭-૨૦૦૭ના રોજ ૨૫ વર્ષ માટે રૂ.૨.૨૬ પ્રતિ યુનિટના દરે વીજ ખરીદીની કરાર કરવામાં આવેલ તેમછતાં રૂ.૫.૯૦ પ્રતિ યુનિટ સુધીના ઉંચા ભાવો ચુકવી વીજ ખરીદી કરવામાં આવે છે. સને ૨૦૨૧ અને ૨૦૨૨માં ટાટા પાવર પાસેથી ૧૭,૭૬૧ મીલીયન યુનિટ વીજળી ખરીદવામાં આવેલ છે, રૂ.૨.૨૬ પ્રતિ યુનિટના બદલે વર્ષ ૨૦૨૧માં સરેરાશ રૂ.૨.૮૧ પ્રતિ યુનિટ અને વર્ષ ૨૦૨૨માં રૂ.૪.૯૨ પ્રતિ યુનિટ લેખે ચૂકવવામાં આવેલ છે. આમ, રાજ્ય સરકારે ૧૪૯૭ કરોડ ફીકસ પેટે મળીને કુલ રકમ રૂ.૬,૭૮૮ કરોડની માતબર રકમ ટાટા પાવરને ચૂકવી છે. મુળ કરાર મુજબ વીજળી ખરીદી કરવામાં આવી હોત તો આ રકમમાં જેટલી ઓછી ચૂકવવી પડી હોત.
પેટ્રોલ -ડિઝલ પર સરકારને થયેલી આવક
રાજ્યમાં પેટ્રોલ ૧૩.૭% વેરો અને ૪% સેસ, ડીઝલ ૧૪.૯% વેરો અને ૪% સેસ, પીએનજી (કોમર્શિયલ) ૧૫%, સીએનજી (હોલસેલર) ૧૫%, પીએનજી(હાઉસહોલ્ડ) અને સીએનજી (રીટેલર) ૫% વેરો વસુલવામાં આવે છે, તે અન્વયે વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨માં રાજ્ય સરકારને રૂ.૩૮૭૬૦.૩૯ કરોડની આવક થઈ છે