Gujarat

નેશનલ ડિફેન્સ કોલેજના તાલીમી અધિકારીઓની રાજ્યપાલ સાથે મુલાકાત

ગાંધીનગર: નેશનલ ડિફેન્સ કોલેજ-રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલય, નવી દિલ્હીના (New Delhi) ૧૭ તાલીમી અધિકારીઓએ આજે ગાંધીનગર (Gandhinagar) રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી ગુજરાતની વિશિષ્ટ વિકાસ યોજનાઓ અને તેની પ્રગતિ અંગે વિસ્તૃત સંવાદ કર્યો હતો. ૧૭ અધિકારીઓમાં ભારતીય સેના અને ભારતીય સિવિલ સર્વિસીસના વરિષ્ઠ અધિકારીઓ તથા મિત્ર દેશોના પ્રતિનિધિઓ છે.

નેશનલ ડિફેન્સ કોલેજ રાષ્ટ્રીય સલામતી અને નીતિ નિર્ધારણના અભ્યાસ માટે વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવે છે. ભારતના વરિષ્ઠ અધિકારીઓ, ભારતીય સેનાની ત્રણેય પાંખના અધિકારીઓ અને ૨૭ મિત્ર દેશોના વરિષ્ઠ અધિકારીઓના બૌદ્ધિક વિકાસ અને વ્યૂહાત્મક સંવર્ધન માટે નેશનલ ડિફેન્સ કોલેજમાં રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક અભ્યાસ થાય છે.

રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલયના તાલીમાર્થી અધિકારીઓ આર્થિક સુરક્ષા, વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ અર્થે અલગ-અલગ સાત જૂથમાં સાત રાજ્યોની મુલાકાતે છે. ૧૭ અધિકારીઓનું એક પ્રતિનિધિનિ મંડળ આર્થિક અને સામાજિક વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસ અર્થે આજથી ૧૭મી માર્ચ સુધી ગુજરાતની મુલાકાતે છે.

Most Popular

To Top