સુરત : પાંડેસરા વડોદ પાસે એસએમસી આવાસમાં આવેલા બે ફ્લેટ ભાડે રાખી ચલાવાતુ કુટણખાનું પોલીસે (Police) પકડી પાડ્યું હતું. ત્યાંથી પોલીસે 4 ગ્રાહક, લલનાઓ અને બંને ફ્લેટના સંચાલકોને પકડી પાડી ફ્લેટ માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો. ક્રાઈમ બ્રાંચના એએચટીયુ સેલને પાંડેસરા વડોદ જવાના રસ્તે, એસ.એમ.સી. આવાસ બિલ્ડીંગ નંબર-૭૬ ના પહેલા માળે ફ્લેટ નં.૫ અને ફ્લેટ નં.૬મા કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે રેઈડ કરતા ફ્લેટના માલિક લમ્બુએ ફ્લેટ નંબર 5માં રાખીબેન ઉર્ફે પુજાબેન આનસર અલીલ મંડલ (ઉ.વ-૨૭ રહે- હાઉસીંગ સોસાયટી પાંડેસરા તથા મુળ જિલ્લા- નદીયા, કલક્ત્તા) ને સંચાલક તરીકે આપ્યો હતો. અને ફ્લેટ નંબર 6 મા સંચાલક તરીકે મોહનભાઇ અજયભાઇ ચંદ્રવંશી (ઉ.વ-૨૮, રહે બિલ્ડીંગ ન-૭૬ રૂમ નં-૫ વડોદ ગામ એસએમસી આવાસ) ને આપ્યો હતો. બન્ને ફ્લેટમાં 4 મહિલાઓને રાખી દેહવેપારનો ધંધો કરાવતા હતા. રેઈડ દરમિયાન ગ્રાહક તરીકે આવેલા રાકેશભાઇ નરેશભાઇ યાદવ (ઉ.વ-૩૦, રહે- ક્રિષ્ના નગર વડોદગામ પાંડેસરા), અમિતભાઇ રામભવન નિશાદ (ઉ.વ-૨૨, રહે. શિવનગર સચિન જીઆઈડીસી), આશુતોષ શ્રીબીદેસ્વર યાદવ (ઉ.વ.૨૨, રહે-સાંઇ નગર જીયાબુડીયા પાસે સચીન જીઆઈડીસી), વિનોદ ઉર્ફે સોનુ બાબુ સબીતા (ઉ.વ.૩૨, રહે. સચીન જીઆઈડીસી) મળી આવ્યો હતો. ફ્લેટના માલિક લમ્બુને વોન્ટેડ જાહેર કરાયો હતો.
કતારગામમાં યુવકે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી પિતરાઈ બહેનની છેડતી કરી
સુરત : કતારગામ ખાતે રહેતી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને તેનો પિતરાઈ ભાઈ સાથે કૌટુંબિક મનદુ:ખ ચાલતું હોવાથી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી પરેશાન કરી છેડતી કરતો હતો. જેને પગલે કતારગામ પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
કતારગામ ખાતે રહેતી 17 વર્ષીય યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. તેને કતારગામ પોલીસ સ્ટેશનમાં હિરેન દીનેશભાઇ ઘાસકટા (રહે. ફ્લેટ નં-૩૦૧, સી/૨, વ્હાઇટ પેલેસ, છાપરાભાઠા) ની સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપી યુવતીનો પિતરાઈ ભાઈ છે. છતાં ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇ.ડી. બનાવી તથા અજાણ્યા મોબાઈલ નંબર પરથી યુવતીને મેસેજ કરતો હતો. જેમાં યુવતી જ્યાં જાય કે, જે કામ કરે તેની માહિતીવાળા મેસેજો કરતો હતો. અને સોશિયલ મીડિયામા તેનો પીછો કરી યુવતીના ફોટા ક્યાંકથી મેળવી ગુગલમાં અપલોડ કરવાની ધમકી આપતો હતો. કતારગામ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તે પોતે એક્સટર્નલ તરીકે કોલેજમાં અભ્યાસ કરે છે. અને પારિવારીક વિખવાદ ચાલતો હોવાથી તેને આવું કર્યુ હતું.