Gujarat

મોપેડ ઉપર આવેલા બે શખ્સોએ ભગવાનભાઈ પાસે મોબાઈલ ફોન માંગતા આપવાની ના પાડી તો ઈસમોએ…

સુરત : સચિન (Sachin) ખાતે પાલી ગામમાં રહેતા અને ત્યાં જ મોબાઈલની દુકાન (Mobile Shop) ધરાવતા યુવકને બે અજાણ્યાએ ચપ્પુના (Knife) ઘા મારી મોબાઈલ લૂંટનો પ્રયાસ કર્યો હતો. સચિન જીઆઈડીસી પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. સચિન જીઆઈડીસી પાલીગામમાં સાંઈભુપત રોહાઉસમાં રહેતા 32 વર્ષીય ભગવાન વનમાળી પ્રધાન પાલીગામમાં મોબાઈલની દુકાન ચલાવે છે. ગત 6 તારીખે રાત્રે દુકાન બંધ કરીને મોપેડ ઉપર ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે સિદ્ધિગણેશ સોસાયટી પાસે તેની પાછળ બેટરીવાળી મોપેડ આવી હતી. અને તેની ઉપર બેસેલા બંને જણાએ ભગવાનની મોપેડ સામે આવીને ઉભો રાખ્યો હતો. તેમણે આવીને ભગવાન પાસે મોબાઈલ ફોન માંગતા ભગવાને ના પાડી હતી. બે પૈકી એક અજાણ્યાએ ચપ્પુ કાઢીને ડાબા હાથની આંગળીએ મારી દીધું હતું. ભગવાન ભાઈએ બુમાબુમ કરતા આજાણ્યાએ જાંઘમાં ચપ્પુ મારી દીધું હતું. લોકોની ભીડ ભેગી થતા બંને ત્યાંથી ભાગી ગયા હતા. સચિન જીઆઈડીસી પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કતારગામમાં ભરબપોરે ફિઝિયોથેરાપીસ્ટના ઘરમાંથી 1.10 લાખની ચોરી
સુરત : કતારગામ પોલીસની હદમાં આવેલા મહાવીર નગર અખંડઆનંદ બેંકની બાજુમાં આવેલા ફ્લેટમાં ગઈકાલે બપોરે તસ્કરોએ એક મહિલા ફિઝિયોથેરાપીસ્ટના ઘરમાંથી 1.10 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હતી.
કતારગામ ખાતે મારૂતી ફ્લેટમાં રહેતા 32 વર્ષીય માયાબેન રાકેશભાઇ માણીયા ફિઝિયોથેરાપીસ્ટ છે. ગઈકાલે તેઓ મજુરાગેટ પાસે આવેલા ક્લિનિકમાં કામથી ગયા હતા. ત્યાંથી ઘરે આવ્યા ત્યારે તેમના ફ્લેટના દરવાજાનું લોક તુટેલું હતું. તેમણે અંદર જઈને જોતા ઘરમાં રાખેલા સોનાના દાગીના મળીને કુલ 1.10 લાખની ચોરી થઈ હતી. જેને પગલે તેમણે કતારગામ પોલીસે ફરિયાદ દાખલ કરાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

ઉમિયા માતાના મંદિરમાં ચોરી કરનાર તસ્કરે વોચમેનને ફટકાર્યો

સુરત : પાંડેસરામાં ઉમિયા માતાના મંદિરમાં વોચમેનને માર મારી તસ્કરોએ દાનપેટીમાંથી રોકડા 2 હજારની ચોરી કરી હતી. વોચમેનને માર મારવાના કેસ ગુનો દાખલ કરાયો છે.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલે મળસ્કે પાંડેસરા બમરોલી રોડ ઉપર ઇમીઝારા રેસીડેન્સીની સામે આવેલી ઉમિયા માતાના મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ પહેલા ખટોદરામાં આવેલા માતાજીના મંદિરને તથા બ્રહ્મકુમારીને પણ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. મંદિરોમાં દાનપેટીઓની ચોરી કરતી આ ટોળકીએ ઉમિયામાતાના મંદિરમાંથી દાનપેટીમાં રહેલા 2 હજારની ચોરી કરી હતી. અને મંદિરના વોચમેન રમાશંકર યાદવને મોઢાના તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ કરી નાસી ગયા હતા. પાંડેસરા પોલીસે ફરિયાદ દાખલ કરી આ અંગે વધારે તપાસ હાથ ધરી હતી. બાદમાં આજે વોચમેનને માર માર્યાની પણ ફરિયાદ દાખલ કરાઈ હતી.

Most Popular

To Top