ગાંધીનગર: આજે વિધાનસભા ગૃહની બહાર સામેના મેદાનમાં (Playground) પ્રાકૃતિક રંગોથી હોળી (Holi) રમ્યા હતા. આજે સવારે હોળી રમવા માટે માટે ૧૦૦ કિલો કેસુડાના ફૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે બપોરે ૧૨ વાગ્યા પછી ભાજપના ધારાસભ્યો પ્રાકૃતિક હોળી રમ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. જયારે ધારાસભ્યો પ્રાકૃતિક રંગોથી હોળી રમ્યા હતા. કેસૂડાના ફૂલનું પાણી, ગુલાલ અને પિચકારીથી ધુળેટીની ઉજવણી કરાઈ હતી. તો પ્રવેશ દ્વાર પર ઢોલ, શરણાઈ અને રાજસ્થાની નૃત્ય કલાકારોએ ધારાસભ્યોનું સ્વાગત કર્યુ હતું. દેશી વાદ્યો ઉપરાંત dJ સાઉન્ડની પણ વ્યવસ્થા હતી. જેથી વિધાનસભાનું પ્રાંગણ કલરફૂલ બની ગયું હતું. જો કે કોંગ્રેસના ધારાસભ્યો તેમાં જોડાયા નહોતા.
ભાજપના વિધાનસભા પક્ષના દંડક દ્વારા હોળી રમવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. ખાસ કરીને પ્રાકૃતિક રંગો તથા કેસુડાના ફૂલ પણ મંગાવી લેવાયા હતા. વિધાનસભા પરિસરની સામે મેદાનમાં માંડવો પણ બાંધવામા આવ્યો હતો. વિધાનસભાના સંકુલની સામે આવેલા મેદાનમાં હવે ધારાસભ્યો દ્વારા રંગોત્સવ ઉજવવામાં આવ્યો હતો.