Gujarat

બુધવારે પીએમ મોદી તથા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસ અમદાવાદ આવશે

ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસ આગામી આવતીકાલે તા.૮મી માર્ચે રાત્રે ૮ વાગ્યે અમદાવાદ (Ahmedabad) આવી રહ્યા છે. બીજા દિવસે સવારે એટલે કે તા.૯મી માર્ચના રોજ બન્ને મહાનુભાવો અમદાવાદમાં (Ahmedabad) મોટેરા ખાતે મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ (Test Match) સાથે નિહાળશે. એટલું જ નહીં મેચ દરમ્યાન કોમેન્ટ્રી પણ આપશે.

આવતીકાલે રાત્રે ૮મી માર્ચની રાત્રે ઓસ્ટ્રેલિયાન પીએમ એન્થોની અલ્બેનિસ સીધા અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચશે. તે પહેલા પીએમ નરેન્દ્ર મોદી પણ અમદાવાદ ખાતે આવી પહોચશે. ત્યાર બાદ પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસનું પ્રોટોકોલ તોડીને સ્વાગત કરશે. પીએમ મોદી રાત્રી રોકાણ ગાંધીનગર ખાતે રાજભવનમા કરશે. બીજા દિવસે સવારે પીએએમ મોદી સવારે ૮વાગ્યે અમદાવાદ ખાતે મોટેરા મોદી સ્ટેડિ પહોચશે. અહીં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસ સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ નિહાળશે એટલું જ નહીં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કિક્રેટ મેચના 75 વર્ષની ઉજવણીમાં ભાગ લેશે.

બંને પીએમ આ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરે તેવી પણ શક્યતા રહેલી છે. જો કે આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા.૯મી માર્ચે મોટેરા ખાતે સ્ટેડિયમમાં ભાજપના સીલેકટ નેતાઓ પણ મેચ જોવા ઉપસ્થિત રહેશે. બપોરે ૨ વાગ્યે પીએમ મોદી નવી દિલ્હી જવા રવાના થશે.

અમદાવાદમાં નવમી માર્ચના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ક્રિકેટ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ આવવાના હોવાથી સ્ટેડિયમને અભેદ સુરક્ષા કિલ્લામાં ફેરવવામાં આવ્યું છે. ડીઆઈજી સહિત 2,500 થી વધુ પોલીસકર્મીઓને ફરજ પર ગોઠવવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થાને લઈને આજે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

સ્ટેડિયમમાં બંને મહાનુભાવો પધારવાના હોવાથી શહેર પોલીસ કમિશ્નર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આખા સ્ટેડિયમને લશ્કરી છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. સ્ટેડિયમની સુરક્ષા માટે એક ડીઆઈજી, 11 ડીસીપી, 20 એસીપી, 55 પોલીસ ઇન્સ્પેક્ટર, 115 પો.સ.ઈ. સહિત મહિલા કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ, બોમ્બ સ્કવોર્ડ, ડોગ્સ સ્કવોર્ડ સહિત 2500 વધુ પોલીસ કર્મચારીઓને ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.

સ્ટેડિયમની આસપાસના વિસ્તારો ઉપર ખાસ ધાબા પોઇન્ટ તેમજ વોચ ટાવર ઉભા કરી દૂરબીનની મદદથી પોલીસ બાજ નજર રાખશે. સ્ટેડિયમ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ તેમજ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન તાજ સ્કાયમાં રોકાવાના છે, ત્યા હોટલ અને તેની આસપાસના વિસ્તારમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે.

Most Popular

To Top