સુરત: સુરતમાં (Surat) એક પછી એક ચોંકાવનારી ધટનાઓ બની રહી છે. ત્યારે હવે સુરતમાંથી ઈરાકના (Iraq) ચાર નાગરિકો ઘૂસી આવ્યાં છે. તે લોકો કયા આશયથી ઘૂસી આવ્યા છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ તેઓની ગાડીમાંથી (Car) લાકડાના ફટકા મળી આવ્યા છે. પોલીસ (Police) માટે આ વિષય તપાસનો છે.
જાણકારી મુજબ શનિવારની મોડી રાત્રિએ ખટોદરા પોલીસના ડી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલો પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેમને ઉધના દરવાજા પાસે રિલાયન્સ મોલમાં જતી એક ગાડી ઉપર શંકા ગઈ હતી. પોલીસે ગાડીને ઉભી રાખી તેની પૂછપરછ કરવા જતા કાર ચાલકે ગાડી ભગાવી હતી.લગભગ અડધો કલાક સુઘી પોલીસ ફિલ્મી ઢબે આ ગાડીનો પીછો કરી રહી હતી. પોલીસ પકડી લેશે તે ડરના કારણે કાર ચાલકે ગાડી ભગાવી હતી પરંતુ રસ્તામાં આ ગાડીએ અનેક લોકોને અડફેટે લીધા હતા. અંતે મજુરાગેટ આરટીઓ પાસે ઈરાકી નાગરિકો જે ગાડીમાં હતા તેનુું ટાયર ફાટી જતા પોલીસે ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. તકનો લાભ લઈને બાકીના ત્રણ ઇસમો ભાગી છૂટયા હતા.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે ગાડીમાં સવાર તમામ ઈસમો ઈરાનનાં નાગરિકો છે. તેઓ દિલ્લીથી કાર લઈને સુરત આવ્યા હતા. ઈરાનના આ ઈસમો સુરતમાં શું કરતા હતા તે પોલીસ માટે તપાસનો વિષય છે. પોલીસ પાસેથી જાણકારી મળી આવી છે કે ગાડીની તપાસ કરતા તેમાથી ૭-૮ લાકડાના ફટકા પણ મળી આવ્યા છે.