ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) તા. ૩૧ ડિસેમ્બર- ૨૦૨૨ની સ્થિતી એ છેલ્લા બે વર્ષમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ગાંધીનગરમાં ૧૫૨૨ ફાયર આર્મ્સને લગતા કેસોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું છે. તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. હર્ષ સંઘવીએ કહ્યું હતુ કે ગુનાહિત કેસોના ઉકેલ માટે ફાયર આર્મ્સ પરીક્ષણ ખૂબ જરૂરી છે. ઇજા અથવા મૃત્યુ પામેલા વ્યક્તિ પાસેથી મળી આવેલા સાધનો-બુલેટ, પિસ્તોલ, દેશી કટ્ટા વગેરે આર્મ્સના પૃથ્થકરણ દ્વારા ગુનો ઉકેલવામાં મદદરૂપ થાય છે. FSL દ્વારા યોજાતા આર્મ્સ પરીક્ષણમાં પિસ્તોલ, રીવોલવર, રાઇફલ, દેશી કટ્ટાનો સમાવેશ કરાય છે. એફએસએલ દ્વારા પૃથ્થકરણ થકી ગુજરાત અને ગુજરાત બહારના હત્યાના અનેક કેસો ઉકેલીને ગુનેગારને સજા આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરીક્ષણ અને રિસર્ચમાં રસ ધરાવતા વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને FSLની સ્ટડી ટુર કરાવવા પણ સૂચન કર્યું હતું.
ગાંધીનગર FSLમાં છેલ્લા બે વર્ષમાં ફાયર આર્મ્સને લગતા 1522 કેસનું પૃથ્થકરણ કરાયું: હર્ષ સંઘવી
By
Posted on