Gujarat

સુરતમાં આઠ ઔદ્યોગિક પાર્કની નોંધણીમાં 736 કરોડના સૂચિત મૂડી રોકાણ

ગાંધીનગર: રાજ્યમાં ‘ઔદ્યોગિક પાર્ક યોજના’ હેઠળ ૪૨ ઔદ્યોગિક પાર્કની નોંધણી કરવામાં આવી છે, જેમાં ૪૭.૯૫ કરોડ મૂડી રોકાણ (Capital Investment) થયેલ છે. ઔદ્યોગિક વિસ્તાર માટે ૨૦ હેક્ટર અને વનબંધુ વિસ્તાર માટે પાંચ હેક્ટર જમીન (Land) હોવી જરૂરી છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.

સુરતમાં આઠ ઔદ્યોગિક પાર્કની નોંધણી થયેલ છે જેમાં ૭૩૬ કરોડ સૂચિત મૂડી રોકાણ છે. ઔદ્યોગિક પાર્કની નોંધણીની સત્તા ઉદ્યોગ કમિશનર પાસે છે. આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓમાં ૫૩ તાલુકાઓમાં યોજના અંતર્ગત સહાય કરવામાં આવી છે. ઔદ્યોગિક પાર્ક યોજના સહાય માટે મૂડી રોકાણના ૨૫ ટકા, પરંતુ ૩૦ કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. હોસ્ટેલ-ડોરમેટરી માટે નવા બિલ્ડીંગ બાંધકામના મૂડી રોકાણના ૨૫ ટકા પરંતુ ૮૦ કરોડની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. વનબંધુ તાલુકાઓમાં આ સહાય મૂડી રોકાણના ૫૦ ટકા પરંતુ 30 કરોડની મર્યાદામાં આપવામાં આવે છે. ઔદ્યોગિક પાર્ક માટે કેન્દ્ર સરકારની સહાય મેળવવામાં આવી હશે તો પ્રોજેક્ટ ખર્ચના ૬૦ ટકાથી તેમજ વનબંધુ તાલુકામાં 80 ટકા સહાય માટે પાત્ર રહેશે. સુરત જિલ્લાના, પાંચ વનબંધુ તાલુકામાં રૂ.૨૧૩ કરોડ સૂચિત મૂડી રોકાણ થયેલું છે.

Most Popular

To Top