Gujarat

બીજાને પોતાના બનાવતાં અને પોતાને બીજાના બનતાં ગુજરાતીઓને સારું આવડે છે : આચાર્ય દેવવ્રત

ગાંધીનગર: બીજાને પોતાના બનાવતાં અને પોતાને બીજાના બનતાં ગુજરાતીઓને (Gujarati) સારું આવડે છે, એટલે જ ગુજરાતીઓ ૧૭૦ દેશોમાં જઈ વસ્યા છે અને અનેક રાજ્યો-રાષ્ટ્રોના લોકો ગુજરાત (Gujarat) આવી વસ્યા છે, અને એટલે જ ગુજરાતમાં ખુશાલી, સમૃદ્ધિ અને વિકાસ છે. તેવું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આસામથી યુવા સંગમ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત આવેલા યુવાનો સાથે રાજભવનમાં ગોષ્ઠિ કરતાં કહ્યું હતું.

‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ‘યુવા સંગમ’ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આઠ પૂર્વોત્તર રાજ્યોના યુવાનો અને અન્ય રાજ્યના યુવાનો વચ્ચે આદાન-પ્રદાન યાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે. ગુજરાતમાં આ કાર્યક્રમ માટે નૉડલ ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાન (આઈઆઈટી) ગાંધીનગર મારફતે આ યુવાનોએ રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ગોષ્ઠિ કરી હતી.

આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, પર્યટન, પરંપરા,પ્રગતિ, પ્રૌદ્યોગિકી અને પરસ્પરના સંપર્ક-આદાન પ્રદાનથી પરસ્પરનો વિકાસ થાય છે. ઉન્નતિનો એક મુખ્ય માર્ગ શાંતિ છે. જ્યાં શાંતિ છે ત્યાં જ પ્રગતિ છે. એ જ પ્રદેશ પ્રગતિ કરે છે જેની પાસે બુદ્ધિપૂર્વક મહેનત કરવાની ક્ષમતા છે. ગુજરાતની પ્રગતિ અને વિકાસની વાતોનો અહેવાલ તૈયાર કરીને, તેમાંથી પ્રેરણા લઈને આસામના વિકાસ માટે શું કરી શકાય તે અંગેનો અહેવાલ પોતાની ભાષામાં આસામ સરકાર સુધી પહોંચાડવા તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો.

Most Popular

To Top