નવી દિલ્હી: દરેક ફિલ્ડમાં ભારતનો (India) ડંકો વાગી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં (World) ભારતની ચર્ચા થઈ રહી છે. આ ઉપરાંત આ વર્ષ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં G-20ની મેજબાની પણ ભારતને મળી છે. આવા સમયે રશિયાથી લઈ અમેરિકા સુઘી તમામ દેશોમાં ભારત નામનો ડંકો વાગી રહ્યો છે. સમગ્ર વિશ્વ ભારતના ગુણગાન ગાઈ રહ્યું છે તેમજ વખાણ કરી રહ્યું છે. આ ગુણગાન ગાવામાં અમેરિકા (America) પણ પાછું પડ્યું નથી.
રશિયાએ શું કહ્યું?
રશિયા યુક્રેન યુદ્ધ અંગે તણાવનો માહોલ ચાલી રહ્યો છે. આ અંગે એક બેઠક બોલાવવામાં આવી હતી જે શનિવારના રોજ સમાપ્ત થઈ હતી. આ બેઠક પછી રશિયા તરફથી એક બયાન સામે આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમને જણાવતા ખુશી થાય છે કે ભારતે બીજા દેશોના હિત માટે નિષ્પક્ષ થઈને તમામ નિર્ણયો લીધા છે. આ ઉપરાંત તેણે રશિયાની વિરુદ્ધના તમામ પશ્ચિમના દેશો અંગે કહ્યું કે આ તમામ દેશોએ G-20ને અસ્થિર કરી દીધા હતા.
રશિયાના વિદેશ મંત્રાલયે પોતાના બયાનમાં અમેરિકા, યુરોપિય સંઘ તેમજ G-7ના દેશો ઉપર બ્લેકમેલનો આરોપ લગાવ્યો છે. પોતાના નિવેદનમાં ભારતની યજમાનીની પ્રશંસા કરતા રશિયન વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે સંતુલિત અભિગમ અપનાવ્યો અને તમામ દેશોના હિતોને ધ્યાનમાં લીધા. આ સંદર્ભમાં એક સંતુલિત અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જે આર્થિક વૃદ્ધિ અને ટકાઉ વિકાસ લક્ષ્યાંકોના વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વધુ સારો પાયો બનાવશે.
અમેરિકાએ શું કહ્યું?
દક્ષિણ અને મધ્ય એશિયા માટે રાજ્યના નાયબ સહાયક સચિવ નેન્સી એઝો જેક્સને જણાવ્યું હતું કે વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા સતત વધી રહી છે. તેમણે કહ્યું કે G20ની ભારતની અધ્યક્ષતા આ દેશને વૈશ્વિક વિકાસને વેગ આપવામાં મદદ કરશે. ભારત-અમેરિકાનો સંબંધ સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે. દક્ષિણ અને નેન્સી જેક્સને ગયા અઠવાડિયે સિલિકોન વેલીની મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયના નેતાઓ અને સ્થાનિક ભારતીય પત્રકારોને જણાવ્યું હતું કે G-20 ની ભારતની અધ્યક્ષતા દેશને દરેક ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ કરવામાં મદદ કરશે. જણાવી દઈએ કે ભારતે ગયા વર્ષે 1 ડિસેમ્બરે G-20નું પ્રમુખપદ સંભાળ્યું હતું.