Entertainment

‘મિર્ઝાપુર’વેબ સિરીઝના આ કલાકરનું થયું નિધન

નવી દિલ્હી : ડીઝીટલ વેબ સિરીઝમાં (Web Series) ખુબ જ ચર્ચિત રહેલી ફિલ્મ ‘મિર્જાપૂર’માં (Mirjapur) ગુડ્ડુ ભૈયાના સસરાની ભૂમિકા નિભાવનાર કલાકારના (Artist) અચાનક નિધન થઇ ગયું હોવાના સમાચાર સામે આવતા વેબ સિરીઝ જોનારા દર્શકોને મોટો આંચકો લાગ્યો છે. મશહૂર કલાકાર શાહનવાઝ પ્રધાનનું (Shahnawaz Pradhan) હાર્ટ એટેક આવવાથી મોત થઇ ગયું હતું. ‘મિર્જાપુર’ વેબ સિરીઝમાં ગુડ્ડુ ભૈયા (અલી ફઝલ )ના કિરદારના સસરાનો રોલ શાનવાઝ પ્રધાને કર્યો હતો આ ભૂમિકાથી તેઓ ખુબ જ ચર્ચામાં પણ આવ્યા હતા. તેમને છાતીમાં અચાનક દુખાવો થતા તેમને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા હતા એવામાં શુક્રવારે મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું.

  • ‘મિર્ઝાપુર’વેબ સિરીઝના મશહૂર કલાકરનું થયું નિધન
  • મશહૂર કલાકાર શાહનવાઝ પ્રધાનને આવ્યો હતો હાર્ટ એટેક
  • શુક્રવારે મોડી રાત્રે હોસ્પિટલમાં મૃત્યુ થયા હોવાના આવ્યા હતા સમાચાર

‘મિર્જાપુર’ વેબસીરીઝમાં ગુડ્ડુ ભૈયાના સસરાનો કિરદાર નિભાવ્યો હતો
‘મિર્જાપુર’ વેબ સિરીઝ ઘણી જ મશહૂર સિરીઝ છે.ખાસ કરીને આજની જે યુવા પીઢી ડીઝીટલ થઇ ચુકી છે તે દરેક દર્શકોએ આ સિરીઝ અચૂક જોય છે. ફિલ્મના દરેક કલાકારો ખુબ જ પ્રખ્યાત થયા છે. આ ફિલ્મમાં શાનવાઝ પ્રધાને પણ તેમના અભિનયને કારણે દર્શકોના ઉપર તેમની છાપ છોડવામાં સફળ થયા હતા. 56 વર્ષીય શાનવાઝ પ્રધાન તે પૈકીના એક કલાકાર હતા. તેઓને જયારે છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો તે વખતે તેઓ એક સામાજિક સમારંભમાં ઉપસ્થિત હતા. ત્યારબાદ તેમને સીધા હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ વાતની પુષ્ટિ તેમના સહ કલાકાર એવા રાજેશ તૈલાગે કરી હતી જેમણે સોશિઅલ મીડિયા ઉપર તેની જાણકારી મૂકી હતી.

અગાઉ 80ના દાયકામાં શાહનવાઝ ખુબ પ્રસિદ્ધ થયા હતા
80ના દાયકાની વાત કરીયે તો આ જમાનો ધારાવાહિકનો હતો. જ્યારે તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને દૂરદર્શનના શો શ્રી કૃષ્ણમાં નંદની ભૂમિકા ભજવી હતી. આ પછી તેને અલિફ લૈલામાં પણ બતાવવામાં આવ્યો હતો. પાછળથી તેની કારકિર્દીમાં તેમણે અન્ય ઘણા ટીવી શો અને ફિલ્મો કરી. તાજેતરમાં, મિર્ઝાપુર 1 અને 2 સાથે, તેણે વેબ સ્પેસમાં રઈસ અને ખુદા હાફિઝ ફેમિલી મેન જેવા શોમાં પણ કામ કર્યું હતું.

આગામી વેબ સિરીઝ મિર્ઝાપુર 3માં પણ જોવા મળશે. હાલમાં જ તેની નવી ફિલ્મ મિડ ​​ડે મીલ રિલીઝ થઈ હતી. શાહનવાઝ ટૂંક સમયમાં મિર્ઝાપુર 3 માં પણ જોવા મળશે ફિલ્મનું શૂટિંગ તેમણે હાલમાં જ પૂર્ણ કર્યું છે.

સ્કૂલના દિવસોથી જ તેઓ સ્ટેજ પર પર્ફોર્મન્સ કરતા હતા
ઉલ્લેખનીય છે કે, શાહનવાઝ પ્રધાનનો જન્મ ઓરિસ્સામાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. 7 વર્ષની ઉંમરે તેઓ તેમના પરિવાર સાથે રાયપુર આવ્યા અને 7મા ધોરણમાં તેમણે પ્રથમ વખત સ્ટેજ પર પરફોર્મ કર્યું અને ત્યારથી જ તેમની અભિનયમાં રસ વધ્યો હતો. કૉલેજ પછી,તે સ્થાનિક નાટક મંડળીમાં જોડાયા હતા ત્યારે નાટકોમાં પણ તેમના અભિનયનો જાદુ ચાલી ગયો હતો.

Most Popular

To Top