National

કેનેડામાં નિશાના પર પ્રભુ શ્રીરામ: ભારતીય દૂતાવાસ લડી લેવાના મૂડમાં

નવી દિલ્હી : કેનેડામાં (Canada) સતત ભારતીય હિન્દૂ મંદિરોને (Indian Hindu Temples) નિશાન બનાવવાની ઘટનાએ દરેક લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચું છે. અને હવે કેનેડામાં મિસિસોંગમાં (Missong) હવે ભગવાન રામ ચંદ્રના (Lord Ram Chandra) મંદિરને નિશાન બનાવવાથી લકોની લાગણી વધુ દુભાઈ છે. હવે આ મુદ્દે ભારતીય દૂતાવાસે (Indian Embassy) લઢી લેવાના તેવર બતાવ્યા છે.આ ગંભીર વિષય ઉપર દૂતાવાસનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો છે. પીએમ જસ્ટિન ટુડોએ ઘટનાને લઇને સખત કાર્યવાહી કરવાની માંગણી પણ કરી છે. તમને જાણવી દઈએ કે મિસીસોંગમાં હિન્દૂ મંદિરમાં ભારત વિરોધી ચિત્રોથી અનેક લોકો વિચલિત થયા હતા અને ત્યારબાદ ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે આ રીતના પ્રયાસોને સખત શબ્દોમાં વખોડી કાઢી તુરંત જ તેની ઉપર કાર્યવાહી કરવાની માંગો કરી હતી.

વાણિજ્ય દૂતાવાસને ટ્વીટ કરીને આ વિશેની માહિતી આપી
વ્યાપારી દૂતાવાસને ટ્વીટ કરીને આ વિશેની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે રામ મંદિરને ભારત વિરૃદ્ધ ચિત્રોના રૂપમાં પ્રગટ કરવામાં આવ્યું છે. જે ઘોર નિંદનીય બાબત છે. અમે આ અંગે કેનેડાના અધિકારીઓને તેની ઉપર ત્વરિત કાર્યવાહી કરવા માટે પણ અનુરોધ કરી દીધો છે.એટલુંજ નહિ બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને તેને સંભવિત ધિક્કાર અપરાધ ગણાવ્યો અને કહ્યું કે પીલ વિસ્તારમાં આ પ્રકારની ધિક્કારને કોઈ સ્થાન નથી. મિસીસૌગામાં રામ મંદિર મંદિરમાં નફરતથી પ્રેરિત ઘટના વિશે સાંભળીને મને દુઃખ થયું છે. અજાણ્યા શકમંદોએ મંદિરની પાછળની દીવાલો પર સ્પ્રે વડે ચીતરામણ કર્યું હતું. પીલ પ્રદેશમાં આ પ્રકારની નફરતને કોઈ સ્થાન નથી. તેણે ટ્વીટ કર્યું – પીલ પોલીસ આ હેટ ક્રાઈમને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. 12 ડિવિઝન પાસે તપાસની જવાબદારી છે અને આ માટે જવાબદારોને શોધી કાઢવામાં આવશે.

અગાઉ પણ મંદિરોમાં મૂર્તિઓ તોડાઇ ચુકી છે
આ પહેલા પણ કેનેડામાં ઘણી જગ્યાએ હિન્દુ મંદિરોના દેવી-દેવતાઓની મૂર્તિઓ તોડવામાં આવી છે. પરંતુ હજુ સુધી કેનેડા સરકાર આ દિશામાં કોઈ કડક પગલું ભરી શકી નથી. તેથી આવા પગલાથી ગુંડાઓનું મનોબળ વધ્યું છે અને તેઓ ઘટના પછી ઘટનાને અંજામ આપી રહ્યા છે. કેનેડામાં ધાર્મિક સ્વતંત્રતા એ ચાર્ટરનો અધિકાર છે અને દરેક વ્યક્તિ તેમના પૂજા સ્થાનમાં સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે અમે અમારાથી બનતું બધું કરીશું. તાજેતરમાં, ગ્રેટર ટોરોન્ટો એરિયા (જીટીએ) માં ગૌરી શંકર મંદિરમાં આવી જ એક ઘટના બની હતી જે ગયા મહિનાના અંતમાં ભારત વિરોધી પેઇન્ટિંગ્સથી પણ વિકૃત થઈ હતી.

Most Popular

To Top