નવી દિલ્હી : આગામી 6 મેંના રોજ બ્રિટનની મહારાણીના (Queen OF Britain) તાજપોશીનો કાર્યક્રમ યોજાનારો છે. 6 મેંના રોજ બ્રિટનની મહારાણી કૅમીલાએ (Queen Camilla) આ પહેલા એક મોટી ઘોષણા કરી છે. તાજપોશીનો (Coronation) આ કાર્યક્રમ કૅમીલા તેના પિતા ચાર્લ્સ તૃત્યની (Charles III) સાથે કરશે. દરમ્યાન બ્રિટન કાળમાં આ સમયગાળો વિવાદિત વસાહતીનો હોવાથી તાજમાં કોહિનૂર (Kohinoor) જળવામાં આવશે નહિ. આ વિશેષ હીરા કોહિનૂર ભારતનો હોવાનો છેલ્લા કેટલાય વખતથી દાવો કરવામાં આવી રહ્યો છે. બ્રિટનના શાહી અધિકારી આવાસ બકિંઘમ પેલેસમાં આ જાહેરાત કરવામાં આવી હતી. કૅમીલાએ તાજપોશી માટે મહારાણી મેરીને આ તાજ પહેરવા માટેચૂંટી હતી. જોકે આ તાજમાં જડેલો આ હીરો વિશ્વના સૌથી મૂલ્યવાન અને સૌથી મોટા કટ હીરા પૈકીનો એક છે તેની માત્ર એક પ્રતિકૃતિ હશે કારણ કે મૂળમાં રાણી એલિઝાબેથ ની માતા ક્વીન એલિઝાબેથના તાજની પ્રતિકૃતિ હતી.
રાણી કૅમીલાને શા માટે કર્યો ઇન્કાર
તમને અહીં જણાવી દઈએ કે 6 મેંના રોજ કિંગ ચાર્લ્સ તૃત્યનો રાજ્યભિષેક થવા જઈ રહ્યો છે. આને આ પ્રસંગ સાથે જ તેઓ અધિકારીક રૂપથી બ્રિટનના રાજાની ગાદી સાંભળી લેશે. આને આજ દરમ્યાન કૅમીલાએ આ તાજપોશી કરવાની હતી. પણ તેણે તેનો ઇન્કાર કર્યો હતો. મીડિયા અહેવાલો પ્રમાણે ભારત લાંબા સમયથી કોહિનૂર હીરાની માંગણી કરી રહ્યું છે. અને એવામાં જો કૅમીલા આ તાજ પહેરે તો વિવાદનું ઘર બને તેવા સંજોગો પેદા થાય તે વાતને નકારી શકાય તેમાં બે મત નથી.
કોહિનૂર હીરાનું વજન 105.6 કેરેટ છે
પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગે જાણવા મળ્યું હતું કે ક્વીન મેરીનો તાજ 6 મેની ઉજવણી માટે લંડનના ટાવર ખાતેના પ્રદર્શનમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. 105.6 કેરેટનો કોહિનૂર હીરો વિશ્વના સૌથી મોટા કટ હીરાઓમાંનો એક છે અને 1850માં રાણી વિક્ટોરિયાને ગિફ્ટ કરવામાં આવ્યો ત્યારથી તે શાહી પરિવારના ઝવેરાત સંગ્રહનો મુખ્ય ભાગ છે . હીરાને છેલ્લે રાણી માતા રાણી એલિઝાબેથ દ્વારા પહેરવામાં આવ્યો હતો પરંતુ 2002 માં તેમના મૃત્યુ પછીથી તે જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યો છે.
રાજા ચાર્લ્સ III સેન્ટ એડવર્ડનો તાજ પહેરશે
કેમિલાની તાજપોશી હવે અનેક અટકળો લગાવવામાં આવી રહી ગયો છે. જે અંગેના કેટલાક અહેવાલો એવું સૂચન કરે છે કે કેમિલાની પસંદગી રાણી એલિઝાબેથ દ્વારા પહેરવામાં આવેલો તાજ હોઈ શકે છે. હાલ તો એવું માનવામાં આવે છે કે અંતિમ પસંદગી કરતી વખતે રાજદ્વારી પાસાને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. જેથી હવે રાજા ચાર્લ્સ III સેન્ટ એડવર્ડનો તાજ પહેરશે.
શું કોહિનૂર ભારત આવી શકે છે ?
આઝાદી મળ્યા બાદ ભારતે બ્રિટન પાસેથી કોહિનૂર પરત કરવાની માંગણી કરી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી. આ પછી 1953માં ફરી એકવાર ભારતે બ્રિટન પાસેથી કોહિનૂરની માંગણી કરી અને આ વખતે પણ આ માંગ ફગાવી દેવામાં આવી.
વર્ષ 2000 માં લોકસભા અને રાજ્યસભાના ઘણા સાંસદોએ કોહિનૂરને ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવ્યો હોવાનું કહીને પરત કરવા માટેના પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. તેના પર બ્રિટને કહ્યું કે આ તેની 150 વર્ષથી વિરાસત છે. જુલાઈ 2010માં તત્કાલિન બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરૂન ભારતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન હીરા પરત કરવાના મામલે તેણે કહ્યું હતું કે જો તમે કોઈને હા કહી દો તો બ્રિટિશ મ્યુઝિયમ આ રીતે ખાલી થઈ જશે. એપ્રિલ 2016માં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે કોહિનૂર હીરાની ન તો ચોરી થઈ હતી કે ન તો બળજબરીથી લેવામાં આવ્યો હતો. તેને મહારાજા દુલીપ સિંહ દ્વારા ઈસ્ટ ઈન્ડિયા કંપનીને સોંપવામાં આવ્યું હતું. જો કે સરકારના આ જવાબ પર સવાલો ઉઠ્યા ત્યારે સાંસ્કૃતિક મંત્રાલયે કહ્યું કે સરકાર હીરાને પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. તે સમયે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે પ્રાચીન અને કલા ખજાના અધિનિયમ 1972 મુજબ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ફક્ત તે જ પ્રાચીન અને મૂલ્યવાન વસ્તુઓને પરત લાવવાનો મુદ્દો ઉઠાવી શકે છે જે ગેરકાયદેસર રીતે ભારતમાંથી લઈ જવામાં આવી હતી. છે.