નવી દિલ્હી : ઋશુભ શેટ્ટી (Rishubh Shetty) જેની ફિલ્મ કાંતારાએ (Movie Kantara) બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી હતી. ફિલ્મ પહેલા જ અઠવાડિયામાં બ્લોક બસ્ટલ જાહેર થઇ હતી. ફિલ્મે આખી દુનિયામાં તેનો ડંકો વગાડી દીધો હતો. હવે તેની ઉપલબ્ધીમાં વધુ એક મયુર પંખનો ઉમેરો થયો છે. દાદા સાહેબ ફાળકે (Dada Saheb Phalke) ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (International Film Festival) 2023માં મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર એવોર્ડથી ફિલ્મના અભિનેતા ઋષભ શટ્ટીને સન્માનિત કરવામાં આવશે. ઋષભ હવે કન્નડ સિનેમાની સીમાઓ પાર કરીને ઓલ ઈન્ડિયા લેવલનો એક્ટર બની ગયો છે.કેન્દ્રીય સેન્સર બોર્ડ ના સભ્યોએ અને દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના સીઈઓ અભિષેક મિશ્રાએ એક પત્રના માધ્યમથી આ સમાચારની ઘોષણા કરી છે.
- ઋશુભ શેટ્ટીએ તેની ફિલ્મ કાંતારાએ આખી દુનિયામાં ડંકો વગાડ્યો હતો
- અભિનેતા ઋષભ શટ્ટીને મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર એવોર્ડથી સન્માનિત કરાશે
- દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કરાઈ તેની જાહેરાત
જાણો ક્યારે મળશે તેમને આ એવોર્ડ
આ એવોર્ડ સમારોહ 20 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાશે. આંતરરાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે અને અભિનેતા-નિર્દેશક ઋષભ શેટ્ટી જેમણે ફિલ્મ ‘કંતારા’ દ્વારા આંતરરાષ્ટ્રીય ઓળખ મેળવી હતી. તેને તાજ લેન્ડ એન્ડ હોટેલમાં એવોર્ડ પ્રાપ્ત થશે. દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ તેમાંથી એક છે અને દર વર્ષે ઘણી પ્રતિભાઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે.
યશ અને કીચ્છા દીપ પણ આ એવોર્ડ લઈ ચૂક્યા છે
આ પહેલા પણ સાઉથના કલાકારોને દાદાસાહેબ ફાળકેથી સન્માનિત કરવામાં આવ્યા છે. 2019 માં, યશને ‘KGF ચેપ્ટર 1’ માં તેના અભિનય માટે દાદાસાહેબ ફાળકે સાઉથ એવોર્ડ મળ્યો હતો. તે પછી, 2020માં કીચ્છા સુદીપને ‘દબંગ 3’ માં તેના અભિનય માટે મોસ્ટ પ્રોમિસિંગ એક્ટર કેટેગરીમાં એવોર્ડ મળ્યો.
પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત
તાજેતરમાં ઋષભ દક્ષિણના સ્ટાર્સમાંનો એક હતો જેમને બેંગલુરુમાં રાજભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિનર ટેબલ શેર કરવાની તક મળી હતી આ વાતચીત વિશેના અંશ કહેતા ઋષભે કહ્યું હતું કે, અમે કન્નડ ફિલ્મ ઉદ્યોગ તેમજ મનોરંજન ઉદ્યોગમાં શું થઈ રહ્યું છે તેના વિશે વાત કરી હતી. તેણે ઉદ્યોગની જરૂરિયાતો વિશે પણ વાત કરી હતી. મહત્વની વાત એ છે કે તેણે અમારી વાત સાંભળી. અમે ‘કાંતારા’ વિશે વાત કરી. અને મૂળ વાર્તાએ વિશ્વભરના પ્રેક્ષકો પર જે અસર છોડી હતી. તેમણે અમારી સંસ્કૃતિને રજૂ કરતી ફિલ્મ કરવા બદલ અમને અભિનંદન આપ્યા હતા. બાર ‘કાંતારા’નો ઉલ્લેખ કર્યો હતો.”
‘કંતારા’ ફિલ્મની કહાની શું હતી ?
‘કંતારા’ની વાર્તા દક્ષિણના દરિયાકાંઠાના રાજ્ય કર્ણાટકમાં કડુબેટ્ટુના જંગલોમાં રહેતા એક નાના સમુદાયની આસપાસ ફરે છે. તે માણસ વિરુદ્ધ પ્રકૃતિ સંઘર્ષની રસપ્રદ વાર્તા છે. જ્યાં એક રહસ્યમય બળ ગ્રામજનોને દુષ્ટ શક્તિઓથી રક્ષણ આપે છે. ફિલ્મનો નાયક શિવ એ યુવક છે જે પોતાના ગામ અને પ્રકૃતિને લોભી મનુષ્યો અને પ્રકૃતિ વિરોધી લોકોથી બચાવે છે.