મેલબોર્ન: શેન વોર્ન (Shane Warne) તેની મોટાભાગની મિલિયન ડોલરની સંપત્તિ (Wealth) તેના ત્રણ બાળકો માટે મૂકી ગયો છે પરંતુ આ ત્રણેયની માતા સિમોન અને વોર્નની માજી મંગેતર લિઝ હર્લીને તેમાંથી કંઇ નહીં મળે. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ લિજેન્ડનું 3 ડિસેમ્બર, 2021 ના રોજ તૈયાર કરાયેલું અંતિમ વસિયતનામાની વિગતોમાં જણાવાયું છે કે તેના ત્રણે. બાળકો જેક્સન, બ્રુક અને સમરને તેની 20.7 મિલિયન ડોલરની સંપત્તિમાંથી 31 ટકા મળશે. બાકીના સાત ટકામાંથી વોર્નના ભાઈ જેસનને બે ટકા અને તેના ભાઈના બાળકો સેબેસ્ટિયન અને ટાયલાને અઢી-અઢી ટકાના હિસાબે વહેંચવાના છે.
- વોર્નના ત્રણ બાળકો વચ્ચે 20.7 મિલિયન ડોલરની સંપત્તિમાંથી 31 ટકા સંપત્તિ વહેંચાશે
- ભાઇ અને તેના બે બાળકોને 7 ટકા મળશે
- શેન વોર્નની માજી પત્ની સિમોન અને માજી મંગેતર લિઝ હર્લીને કંઈ જ નહીં મળે
તેની માજી પત્ની સિમોન કેલાહાન, જેની સાથે તેણે 15 વર્ષનું લગ્નજીવન ગાળ્યું હતું તે વસિયતનામામાં સૂચિબદ્ધ નથી, અને તેની માજી મંગેતર અભિનેત્રી લિઝ હર્લી પણ તેમાં સામેલ નથી . વોર્ને 375,500 ડોલરનું મૂલ્ય ધરાવતા બીએમડબલ્યુ, મર્સિડીઝ બેન્ઝ અને યામાહા મોટરબાઈક સહિતના વાહન સંગ્રહને તેના પુત્ર જેક્સનને આપવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે 20,711,013.2 ડોલરની તેની સંપત્તિની સુનાવણી કરી હતી. આ અઠવાડિયે વિલને પ્રમાણિત કરવામાં આવ્યું હતું, તે અનુસાર તેના ત્રણ વહીવટકર્તાઓને લાભાર્થીઓને સંપત્તિનું વિતરણ કરવાની સત્તા મળી હતી.
તેની મિલકતમાં તેના ઓસ્ટ્રેલિયન બેંક ખાતામાં 5 મિલિયન ડોલર અને પોર્ટસી અને મેલબોર્નમાં દરિયા કિનારે આવેલા તેના 6.5 મિલિયન ડોલરના ઘરનો સમાવેશ થાય છે. વોર્ન પાસે 2 મિલિયન ડોલરની અંગત ચીજવસ્તુઓ પણ હતી જેમાં એક જેટસ્કી, અડધા મિલિયન અન્ય બેંક ખાતામાં અને 3 મિલિયન ડોલર જેટલા શેરનો સમાવેશ થાય છે. એવું પણ સામે આવ્યું છે કે વોર્ન પર ક્રેડિટ કાર્ડ અને ઘરના બિલ સહિત 295,000 ડોલરનું દેવું હતું.